• Gujarati News
  • આજે મુખ્યમંત્રી િરવ્યૂ બેઠક યોજશે

આજે મુખ્યમંત્રી િરવ્યૂ બેઠક યોજશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીસીસીઆઇનાપ્રદર્શનના ઉદ્ઘાટનમાં આવી રહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મધ્ય ગુજરાતના અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કર્યું છે. મધ્યગુજરાતના 7 જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરાશેે.

વીસીસીઆઇનું અેક્ઝિબિશન આવતીકાલથી શરૂ થાય છે. પ્રદર્શનને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવનાર છે. જેમાં હાજરી આપવા આવી રહેલાં મુખ્યમંત્રીએ આવતીકાલે સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતના 7 જિલ્લાના વહીવટી વડા સાથે બેઠકનું આયોજન કર્યું છે.

મધ્ય ગુજરાતમાં આવતા વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, ડીએસપી ઉપરાંત વડોદરાના પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનર સહિતના અધિકારીઅો સાથે બેઠક યોજાશે. બેઠકમાં ગતિશીલ ગુજરાત ઉપરાંત નાગરિકોના પ્રશ્ન અંગે કેવી કામગીરી કરાઈ છે તેની સમીક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બેઠકમાં તમામ મામલતદાર અને નાયબ કલેક્ટરોને પણ તેઓની કામગીરીની વિગતો લઈ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે પોલીસ વિભાગને પણ તેઓ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો રજૂ કરવા સૂચના અપાઈ છે. જેમાં ગાંધીનગરથી પણ અધિકારીઓની ટીમ હાજર રહેશે.