• Gujarati News
  • 11056 આવાસોમાં ભાડવાતનો સરવે થશે

11056 આવાસોમાં ભાડવાતનો સરવે થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરીગરીબોને અપાયેલા નૂર્મના 11056 આવાસોમાં ભાડવાતની ચકાસણીનો સેવાસદન દ્વારા સરવે શરૂ કરવામાં આવનાર છે અને જો ભાડવાત મળી આવશે તેવા કિસ્સામાં મકાન ખાલી કરાવવા કાર્યવાહી કરવામાં આવશે.

સ્લમ ફ્રી સિટી અભિયાન હેઠળ જુદા જુદા વિસ્તારોમાં સરકારી જગા પર બનેલી વસાહતો દૂર કરી તેનાં રહેવાસીઓને આવાસો ફાળવવામાં આવી રહ્યાં છે. યોજના હેઠળ, નૂર્મના 11,056 આવાસો બાંધવામાં આવ્યા હતા અને શહેરી ગરીબોને મકાનો ફાળવવામાં આવ્યાં હતાં. મકાન ફાળવણીમાં મૂળ લાભાર્થી રહે તેવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું અને 29 વર્ષ સુુધી મકાન વેચી શકે નહીં તેવી જોગવાઇ પણ કરવામાં આવી હતી. પરંતુ, કલ્યાણનગર-કમાટીપુરા વસાહત તોડી પડાયા પછી તેનાં લાભાર્થીને કિશનવાડી ખાતે તેમજ માણેજા ખાતે આવાસોની ફાળવણી કરવામાં આવી ત્યારે ત્રાહિત લોકો રહેતાં હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં, પાંચ દિવસમાં 300 મકાન ખાલી કરાવીને તાળાબંધી કરવામાં આવી હતી. કિશનવાડી,જાંબુવા, કલાલી, અકોટા, તરસાલી અને વાસણા રોડ ખાતે બનેલા 11056 આવાસોમાં મૂળ લાભાર્થી રહે છે કે પછી ત્રાહિત વ્યકિ્ત ત્યાં રહે છે તેનું મોટા પાયે ચેકિંગ અભિયાન કરવાનો નિર્ણય સેવાસદનના તંત્રે લીધો છે. સેવાસદનના બીએસયુપી પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર એફ જે ચારપોટે જણાવ્યું હતું કે, કામગીરી માટે વોર્ડદીઠ ટીમ બનાવી લાભાથીર્ની યાદી સાથે સરપ્રાઇઝ વિઝિટ કરી ચેકિંગ હાથ ધરાશે.

{ કિશનવાડીના 10% આવાસો ખાલી કરાયા