• Gujarati News
  • ~1.23 લાખની ચોરીમાં 2 ઝડપાયા

~1.23 લાખની ચોરીમાં 2 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાંમુંજ મહુડા સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાંચે વોચ દરમિયાન ચોરીનાં ~47,000નાં મુદ્દામાલ સાથે સગીર સહિત મધ્યપ્રદેશનાં યુવાનની ધરપકડ કરી હતી. બન્નેએ બંધ મકાન સહિત બે સ્થળોએ ~1.23 લાખની મત્તાની ચોરી કરી હોવાનો ભેદ ખુલ્યો હતો.

મુંજ મહુડા સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી લેપટોપ, મોબાઇલ-કાંડા ઘડિયાળ વેચવા નીકળેલા સગીર અને તેના મિત્રને પકડી પાડી ~47000 ના મુદ્દામાલ સાથે રાજુ રાયમલ માવી હાલ રહે. અટલાદરા મૂળ મધ્યપ્રદેશ અને તેના સગીર મિત્રની ધરપકડ કરી હતી. બન્નેની પુછપરછમાં અઢી મહીના પહેલા સુખધામ રેસીડેન્સીમાં ધાપ મારી ~1.22 લાખની તસ્કરી કરી હતી.તેનો ભેદ ઉકેલાયો હતો.