• Gujarati News
  • 29 કાઉન્સિલરો આજે પરત ફરશે

29 કાઉન્સિલરો આજે પરત ફરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરાલાનાપ્રવાસમાં દસ લાખ રૂપિયાનું આંધણ કરી ભાજપ- કોંગ્રેસનાં 29 કાઉન્સિલરો ગુરુવારે વડોદરા પરત ફરી રહ્યાં છે. નવાઇની વાત તો એવી છે કે, મુખ્યમંત્રી ગુરુવારે રોકાણ કરનાર છે ત્યારે શાસક પાંખનાં 24 કાઉન્સિલરોએ પણ તેની ગંભીરતા લીધી નથી.

ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા તા.21ના રોજ કોચી ખાતે ચૂંટાયેલા સભાસદો માટે સ્વચ્છતા અંગે ક્લીન સિટી સેમિનાર યોજાયો હતો. જેમાં 29 પુરુષ કાઉન્સિલરો સેવાસદનના ખર્ચે કેરાલાના પ્રવાસે છે. સેવાસદનની ચૂંટણી આડે માંડ એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે પ્રજાના પરસેવાનાં નાણાંથી ~10 લાખ રૂપિયાના ખર્ચે પ્રવાસ કરવા સામે સામાજિક કાર્યકરોએ પ્રવાસ પૂર્વે કાઉન્સિલરોને ગુલાબ આપી ગાંધીગીરી કરી હતી પણ પ્રજાના વેરાનાં નાણાંમાંથી ખર્ચો કરવા કાઉન્સિલરો બેબાકળા બની ગયા હતા અને નફ્ફટાઇપૂર્વક પ્રવાસ ખેડ્યો હતો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગુરુવારે વડોદરા આવી રહ્યાં છે ત્યારે દસ દિવસના કેરાલાના પ્રવાસ બાદ 29 કાઉન્સિલરો ગુરુવારે સવારે હવાઇ માર્ગે અમદાવાદ આવનાર છે અને ત્યાંથી બપોરે વડોદરા પરત રહ્યા છે. સર્કિટ હાઉસ ખાતે આનંદીબહેન પટેલ સેવાસદનના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરનાર છે અને તેમાં કાઉન્સિલરોની બેઠક પણ ઝોન મુજબ કરવામાં આવનાર છે.