• Gujarati News
  • ગોલ્ડનબ્રિજ હજુ 25 વર્ષ સુધી ધમધમતો રહેશે

ગોલ્ડનબ્રિજ હજુ 25 વર્ષ સુધી ધમધમતો રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
134વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ પર ટકેલો ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે 25 વર્ષ સુધી ધમધમતો રહેશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવા ટેન્ડરની કાર્યવાહી શરૂ થઇ છે. ~395 કરોડના ખર્ચે બનનાર બ્રિજના નિર્માણ બાદ પણ ગોલ્ડનબ્રિજ લાઇટ વાહન માટે કાર્યરત રહેશે. ગોલ્ડનબ્રિજ પરનું ભારણ ઘટતાં તે 25 વર્ષ સુધી ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. એક સમયે બ્રિજમાં વપરાયેલા લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. ૧૯૬પ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કલેકટર રૂપવંતસીંઘે આગ્રહ રાખતા 132 વર્ષમાં બ્રિજ પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો હતો.

18 હજાર બોલ્ટ, 42 ગર્ડર બદલાયા

25 સ્પામ

850 ગર્ડર

2.80 લાખરીવેટ

134 વર્ષ

1941માં ગોલ્ડન બ્રિજ પર ટ્રેનને બદલે વાહનો દોડ્યાં

સૌપ્રથમબ્રિજનુંબાંધકામ 1860માં થયું. બ્રિજ રેલવે માટે બનાવાયો હતો. 1935માં સિલ્વર જયુબિલી બ્રિજ બનાવી તેના પરથી ટ્રેન સેવા કાર્યરત થતાં 1941 થી ગોલ્ડનબ્રિજ વાહનો માટે ઉપયોગમાં લેવાયો.

ગોલ્ડન બ્રિજનેતે સમયે અંગ્રેજોએ કુશળતા વાપરી રીવેટ જોઇન્ટ પર બનાવ્યો હતો. ૨૦૧૨માં કટાયેલાં રીવેટોને કાઢી ૧૮ હજાર નટ બોલ્ટ તેમજ ૪૨ ગ‌ર્ડ‌રો બદલાયાં હતા.

1876 રેલમાંપુલનો ગાળો તૂટી પડતા 1 મોત

1868 રેલમાંફરી 4 ગાળાને નુકસાન

અત્યાર સુધી નુકસાન

1876 બીજીરેલમાં 25 ગાળા તણાયા

1863 ભયંકરરેલમાં પુલનાં 6 ગાળા તણાયાં

~2.36 કરોડ2012 માં ફરી રંગરોગાન

~66.61 લાખ2005-06 માં રંગરોગાન

~30 લાખ2001-2002 મરામતમાં

~3.07 કરોડ1881 માં હાલનો ગોલ્ડનબ્રિજ

~1.50 લાખ1876 માં લક્કડીયો પુલ

~46.93 લાખ1860 થી 1871 સુધી ખર્ચ

અત્યાર સુધી કેટલો ખર્ચ