• Gujarati News
  • આજે સમા સંજયનગરમાં સરવે પૂરો

આજે સમા સંજયનગરમાં સરવે પૂરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્લમફ્રી સિટી ઝુંબેશ હેઠળ વિવિધ વિસ્તારોની સરકારી જમીન પરની વસાહતો દૂર કરવાની કવાયતના ભાગરૂપે સમા સંજયનગરમાં શરૂ કરાયેલો સરવે ગુરુવારે મોડી સાંજે પૂરો થઇ જશે.

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત સ્લમ રિહેબિલિટેશન પોલિસી-2013 જાહેર કરાઇ હતી અને જે તે ઝૂંપડપટ્ટી-વસાહતનું પુન:વસન કરાનાર છે. જેમાં, પ્રાથમિક સુવિધા સહિત બે રૂમ-રસોડાનાં 28 ચો.મીટર એટલે કે 301 ચો.ફૂટનાં મકાનોની ફાળવણી કરાનાર છે. જ્યારે સરવેમાં દુકાન ધરાવતાં લાભાર્થીને 15 ચો.મીટર એટલે કે 161.25 ચો.ફૂટની દુકાનનો લાભ અપાશે. નોંધનીય છે કે, 18 માસમાં બહુમાળી ઇમારત બનાવવામાં આવનાર છે અને તેમાં ઇનસિટુ પ્રોજેક્ટ હેઠળ સમાના સંજયનગર-1-2 અને ઇન્દિરાનગર, માંજલપુરના બજાણિયાવાસ, સયાજીગંજની જામવાડી અને છાણી જકાતનાકા પાસે ટીપી-13ના સોનિયાનગરનો સમાવેશ થાય છે.

સમા સંજયનગરમાં જૂના સરવેમાં 771 મકાનો છે અને તે મુજબ મકાનો ધરાવતાં માલિકોની યાદી તૈયાર કરવા સરવે શરૂ કરાયો છે. સેવાસદનની ટીમે વસાહતમાં કેટલાં લોકો રહે છે, કેટલાં લોકોનાં કેટલાં મકાનો વેચાયાં અને કોણ મકાન મેળવવા પાત્ર છે તેની વિગત મેળવવા બીજા દિવસે સરવે ચાલુ રહ્યો હતો. સરવે ગુરુવારે મોડી સાંજ સુધી ચાલશે .ત્યાર બાદ અંતિમ યાદી તૈયાર કરાશે. કાર્યવાહી પૂરી થયા પછી સેવાસદન ઓપરેશન ડિમોલિશન કરાશે.