• Gujarati News
  • ખંડણી કેસમાં પિનાકીન એક દિવસના રિમાન્ડ પર

ખંડણી કેસમાં પિનાકીન એક દિવસના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોક્સીનાજેસીબી માલિક પાસે રૂા. 25000ની ખંડણી માગવાના કેસમાં પકડાયેલા પત્રકાર પિનાકીન શાહને બુધવારના રોજ ભાદરવા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પિનાકીને ભાસ્કર ન્યૂઝ ચેનલ (જેને દિવ્ય ભાસ્કર જૂથ સાથે કોઇ સંબંધ નથી)નો પ્રતિનિધિ હોવાનો પત્ર રજૂ કરતાં પોલીસ તેના વેરિફિકેશનની કવાયત હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીના મોક્સી ગામના જેસીબીના માલિક ધર્મેન્દ્રસિંહ સોલંકી પાસે ગેરકાયદે માટી ખોદકામના મામલે ભાદરવાના પત્રકાર પિનાકીન દિનેશચંદ્ર શાહે રૂા. 25,000ની ખંડણી માગી રૂપિયા નહિ આપો તો પાસામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પિનાકીનની શોધખોળ શરૂ કરી હતી. ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધાયો હોવા છતાં મંગળવારના રોજ સાંજે પિનાકીન શાહ કલેક્ટર કચેરીમાં આંટાફેરા કરતો હતો. પોલીસે વોચ ગોઠવી કલેક્ટર કચેરીની બહાર નીકળતાં તેની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં પિનાકીને ભાસ્કર ન્યૂઝ ચેનલ (જેને દિવ્ય ભાસ્કર જૂથ સાથે કોઈ સંબંધ નથી) નો પત્ર રજૂ કર્યો હતો. ભાદરવા પીએસઆઇ એે.ડી. મહંતે બુધવારે પિનાકીનને કોર્ટમાં રજૂ કરી આરોપી પિનાકીન દ્વારા રજૂ કરવામાં આવેલા લેટરની તપાસ કરવાની છે, આઇકાર્ડ કે એક્રિડેશન કાર્ડ રજૂ કરતાં પત્રકારત્વની ફરજ અંગેની પણ વેરિફિકેશન કરવાનું છે. ખંડણી કેસમાં કેટલા લોકો સંડોવાયેલા છે, અન્ય કોઇ ભોગ બન્યા હોય તો તેની વિગતો મેળવવા સહિત 8 જેટલાં કારણોની માહિતી મેળવવા માટે રિમાન્ડની માગણી કરી હતી. જેને પગલે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પિનાકીન શાહ

4-5 મોબાઇલ નંબર મળતાં તપાસ

ભાદરવા પોલીસે ચેનલ હેડની પોલીસે પૂછતાછ કરી

પ્રાથમિક તપાસમાંપિનાકીનના 4 થી 5 મોબાઇલ નંબર મળી આવતાં તેની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ મોબાઇલ નંબરની કોલ ડીટેઇલ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેણે જુદા-જુદા મોબાઇલ પરથી કોની-કોની સાથે વાતચીત કરી છે તેની પણ વિગતો મળવી જરૂર પડે સંબંધિતોની પૂછતાછ કરવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું છે.

પિનાકીન શાહેરજૂ કરેલા ભાસ્કર ન્યૂઝ ચેનલ (જેને દિવ્ય ભાસ્કર જૂથ સાથે કોઇ સંબંધ નથી)ના લેટરમાં ચેનલ હેડ તરીકે સ્ટેનલી જેમ્સનું નામ હોઈ ભાદરવા પીએસઆઇ એ.ડી. મહંતે તેમની ટેલિફોનિક પૂછતાછ કરી હતી. સ્ટેનલી