• Gujarati News
  • યુવતીને પરેશાન કરનાર શખ્સની ધરપકડ

યુવતીને પરેશાન કરનાર શખ્સની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુકપર પહેલાં ફ્રેન્ડશિપની રિકવેસ્ટ મોકલ્યા બાદ યુવતીનો મોબાઇલ ફોન નંબર મેળવી તેને વોટ્સએપ પર ગંદા મેસેજ અને ફોટોગ્રાફ્સ મોકલનારા શખ્સને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. શખ્સને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, લેન્ડ ડેવલોપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને બેત્રણ મહિના પહેલાં વાજીદઅલી હૈદરઅલી કાદરી ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલી હતી અને ત્યાર બાદ તેણે યુવતીનો મોબાઇલ નંબર પણ મેળવી લીધો હતો. મોબાઇલ નંબર મળતાં વાજીદઅલીએ વોટ્સએપ દ્વારા યુવતીને ગંદા મેસેજ અને ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કર્યું હતું. યુવતીએ વારંવાર યુવકને પ્રકારના મેસેજ મોકલવા માટેની વિનંતી કરી હતી અને તેમ છતાં યુવકે ગંદા મેસેજ મોકલવાનું બંધ કરતાં યુવતીએ પોલીસ ફરિયાદની પણ ચીમકી આપી હતી. જોકે, તેમ છતાં યુવકે ગંદા મેસેજ મોકલવાનું શરૂ રાખતાં આખરે યુવતીએ સાઇબર ક્રાઇમ યુનિટમાં ફરિયાદ આપતાં પી.અાઇ. વિક્રમસિંહ રાઠોડે અંગે તપાસ કરી ગંદા મેસેજ અને ફોટોગ્રાફ્સ મોકલનાર વાજીદઅલીની ધરપકડ કરી હતી.