તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SPE. TALK

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SPE. TALK

િસટી િરપોર્ટર :વડોદરા

ગાંધીજીનામૂલ્યોની મોડર્ન મેનેજમેન્ટમાં પ્રાસંગિકતા અને તેમના મૂલ્યોના મહત્વ વિશેની ચર્ચા કરવા આગામી 30મી જાન્યુઆરીના રોજ સરસયાજીરાવ નગરગૃહ ખાતે એમ્પલ પ્રા.લિ.ના ડાયરેક્ટર નિર્મલ પારેખનું વ્યાખ્યાન યોજાશે.

ગાંધી સાહિત્યના ઊંડા અભ્યાસુ નિર્મલ પારેખ કહે છે કે, ગાંધીજીને સમજવા સહેલા નથી. તેમને સમજવા માટે ખુલ્લુ મન અને ખુલ્લુ હૃદય જોઇએ. પૂર્વગ્રહો અને પૂર્વ મતો સાથે તેમને સમજવા શક્ય નથી. તેમના શબ્દોમાં કહીએ તો મારી સત્યની ઝાંખી હજારો સુરજને અેકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સુરજનાં તેજનું પૂરું માપ ના મળી શકે એવા સુરજના એક કીરણમાત્ર દર્શનરૂપ છે.

ગાંધીજી કરતા ગાંધી બનવાની પ્રક્રિયા વધારે મહત્વની છે. તેમને મોહનમાંથી મહાત્મા પ્રક્રિયા બનાવ્યા છે. પોતે જે માનતા હતા, તેમના મૂલ્યો, વિચારો અને મતંવ્યો તેની પ્રત્યે તેઓ અેટલા કટિબદ્ધ અને દૃઢ નિશ્ચયી હતા કે ઘણા તેઓ તેમની જીદ તરીકે માનતા અને ઘણા તેમને જીદ્દી માનતા હતા. તેમના મૂલ્યો શું કોઈ સંજોગો કાળ કે સ્થળ સુધી સિમીત હોઈ શકે છે કે, તેનાથી પર છે? ગાંધીજી શું 20મી સદી સુધી સિમીત રહેશે કે, તેમની હાજરી આજે પણ અનિવાર્ય છે? અને હોય તો તે ક્યાં છે? શું ગાંધીજીના પુન: જન્મની જરૂર છે? મુદ્દાઓની ચર્ચા નિર્મલ પારેખ ‘િર ઈન્કાર્નેટ ગાંધી’ વિશેના લેક્ચરમાં કરશે. જેમાં ભાગ લેવા ઉપર આપેલી વિગત પર નામ, કંપનીનું નામ આપીને રજિસ્ટ્રેશન કરી શકાય છે.

ગાંધીજીના મૂલ્યોને મોર્ડન મેનેજમેન્ટ સિસ્ટમમાં કેવી રીતે લાગુ પાડી શકાય તેની ચર્ચા માટે 30મી જાન્યુઆરીએ સયાજીરાવ નગરગૃહ ખાતે નિર્મલ પારેખનું લેક્ચર યોજાશે.

ગાંધીજી બનવાની પ્રક્રિયા વધુ મહત્ત્વની છે : નિર્મલ પારેખ

રજિસ્ટ્રેશન માટે

Whatsapp : 9712600500

SMS: 9227071722

E-Mail: Gandhi@aample.com

Website: www.aample.com