તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેટલાક િવસ્તારમાં છાંટા પડ્યા અાજે પણ વરસાદની આગાહી

કેટલાક િવસ્તારમાં છાંટા પડ્યા અાજે પણ વરસાદની આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં બુધવારે સવારથી વાતાવરણમાં આવેલા પરિવર્તન વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વાદળછાયા માહોલને કારણે ગરમીનો પારો 29.3 ડિગ્રીથી ઘટીને 28.8 ડિગ્રી થયો હતો. ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા વરસ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગુરુવાર અને શુક્રવારે શહેરમાં વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે.

શહેરમાં ગત સપ્તાહ શનિવારથી સોમવાર સુધી ઠંડીનું પ્રમાણ વધુ રહ્યા બાદ મંગળવારે ઠંડી ઘટવા સાથે ગરમીનો પારો વધીને 29.3 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ બુધવારે સવારે શહેરના વાતાવરણમાં અચાનક પરિવર્તન આવતાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વાદળછાયો માહોલ રહેવા ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં અમી છાંટણાં વરસ્યાં હતાં.