• Gujarati News
  • પ્રાણીક્રૂરતા નિવારણનાં સ્નેહલ અને રાજેશનો નિર્દોષ છુટકારો

પ્રાણીક્રૂરતા નિવારણનાં સ્નેહલ અને રાજેશનો નિર્દોષ છુટકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાંકમાટી બાગ ઝૂ માં 4 વર્ષ પહેલા પિંજરામાં સાબર મરી જવાની ઘટનામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં સ્નહેલ ભાવસાર અને રાજેશ ભાવસાર સામે થયેલા કેસમાં અદાલતે બન્નેને પુરાવાનાં અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

કમાટી બાગ પ્રાણી સંગ્રાલયમાં મે 2010 માં અનય સાબરો સાથે રહેલા ઇજાગ્રસ્ત સાબરને આઇસોલેશનમાં રાખવાનાં બદલે તે સમયે ઝૂ નાં કયૂરેટર ડો. સી.બી.પટેલે મરેલા 4 કાગડા ઝૂ માં લટકાવ્યાં હોવાનાં આક્ષેપ સાથે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં સ્નેહલ રાજેશ ભાવસાર અને રાજેશ રમેશચંદ્ર ભાવસાર રહે. કુંજ સોસાયટી અલકાપુરીએ વિરોધ નોંધાવ્યો હતો. ઇજાગ્રસ્ત સાબરને અલગ રાખી તેને જરૂરી ટ્રીટમેન્ટ આપવાની વાત પ્રાણીક્રૂરતા નિવારણનાં બન્ને હોદેદારોએ કરતા વેટરનિટી તબીબ અને તેમના મદદનીશે પાંજરામાં મરેલા કાગડા લટકાવવાથી અન્ય જીવીત કાગડા તેને કનડગત કરવા આવશે નહિ તેવો મત વ્યકત કર્યો હતો.

જેને લઇ ઇજાગ્રસ્ત સાબરને સારવાર અપાવવા માટે સ્નહેલ ભાવસાર અને રાજેશ ભાવસારે ઝુંબેશ હાથ ધરી હતી. જે અભિયાન સતત 25 થી 30 દિવસ ચાલ્યું હતું. દરમિયાન 7 જૂન 2010 નાં રોજ સાબરનું ટ્રીટમેન્ટનાં અભાવે મોત થયું હતું. ચકચારી ઘટનામાં તપાસ માટે જે તે સમયે સેન્ટ્રલ ઓથોરિટીની ટીમ બે વખત વડોદરા આવી હતી.

દરમિયાન પ્રાણી ક્રૂરતા નિવારણનાં સ્નેહલ ભાવસાર અને રાજેશ ભાવસાર સામે ઝૂ નાં કયૂરેટીવ (વેટરનિટી તબીબે) બન્ને વ્યક્તિ પાંજરામાં ફોટા પાડવા જતા અન્ય સાબરોએ નાસભાગ મચાવતા સાબરને ઇજા પહોંચી હોવાનો અને જે બાદ તેનું મોત થયું હોવાની ફરિયાદ આપી દિગ્વિજયસિંહ કિરિટસિંહે સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. સયાજીગંજ પોલીસે જે તે સમયે પ્રાણી ક્રૂરતા નિવારણનાં બન્ને હોદેદારોની એક વાત નહિ માની તેમની ધરપકડ કરી હતી. જે બાદ તેઓનો જામીન ઉપર છૂટકારો થયો હતો.

જે કેસ અત્રેની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં પ્રાણી ક્રૂરતા નિવારણનાં હોદેદારો તરફે વકીલ અતુલ એચ.મહેતા હાજર રહી વિવિધ દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. આદલતે સ્નેહલ ભાવસાર અને રાજેશ ભાવસારને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.