તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસ ભરતીમાં યુવક બેભાન થયો

પોલીસ ભરતીમાં યુવક બેભાન થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલબાગખાતે બુધવારે સવારે પોલીસની ભરતી દરમ્યાન દોડની પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન 800 મીટરની દોડ પૂરી કર્યા બાદ એક યુવકને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો.

લાલબાગ વિસ્તારમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતની જગ્યાઓ માટે આજે પોલીસ ભરતી મેળાનું આયોજન કરાયું હતું. ભરતી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં યુવકો ઉમટ્યા હતા. જેમાં સવારે 11.30 કલાકે 800 મીટરની દોડ યોજાઈ હતી. દોડમાં ઘણા યુવકોએ ભાગ લીધો હતો. જોકે, દોડ પૂરી થયા બાદ 23 વર્ષીય યુવક બકુલ અમરતલાલ ચાવડા (રહે. સિદ્ધપુર, તા. જિ. પાવડા)ને ચક્કર ચઢ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. તેને તુરંત સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. તેની હાલત હાલમાં સુધારા પર છે.