તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • MSUના સિન્ડિકેટ સભ્ય બિનહરીફ

MSUના સિન્ડિકેટ સભ્ય બિનહરીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીમાંઆગામી 26મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર 15 બેઠકો માટેની સિન્ડીકેટની ચૂંટણી પહેલાં યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના હેડ ડિપાર્ટમેન્ટ કેટેગરીની એક બેઠક માટે કોઇપણ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતાં મેડીસીન ફેકલ્ટીના ઓર્થોપેડીક ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. હેંમત માથુર બિન હરીફ સિન્ડીકેટ સભ્ય તરીકે જાહેર થયા હતા.

યુનિ.માં વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં 43 રેગ્યુલર હેડ છે. વિવિધ ફેકલ્ટીઓના હેડ પૈકી એક હેડની સિન્ડીકેટ સભ્ય તરીકે નિમણૂંક થાય છે. જેમાં 7મી ફેબ્રુઆરીના રોજ 43 હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ વચ્ચે સીધો જંગ થવાનો હતો. જોકે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટની એક બેઠક માટે મેડીસીન ફેકલ્ટીના ઓર્થોપેડીક વિભાગના હેડ પ્રો. હેંમત માથુરે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે અન્ય ફેકલ્ટીઓના હેડે ઉમેદવારી નહીં નોંધાવતાં આજે યુનિ.ના સત્તાધીશો દ્વારા પ્રો. હેંમત માથુર બિન હરીફ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

પ્રો. હેંમત માથુરને બિન હરીફ તરીકે સિન્ડીકેટ તરીકે જાહેર કર્યા બાદ યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. અમિત ધોળકીયાએ જણાવ્યું હતું કે, હવે 15 પૈકી 14 બેઠકો માટે 26મીએ સિન્ડીકેટની ચૂંટણી યોજાશે.