• Gujarati News
  • CMની બેઠકમાં કેરાલા પ્રવાસે ગયેલા કાઉન્સિલર્સ ગેરહાજર

CMની બેઠકમાં કેરાલા પ્રવાસે ગયેલા કાઉન્સિલર્સ ગેરહાજર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાનાપૈસૈ કેરાલાના પ્રવાસે ગયેલા ભાજપના કાઉન્સિલરોએ મુખ્યમંત્રીના વડોદરા આગમનની પણ પરવા કરી હતી અને મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં સદંતર ગેરહાજર રહ્યા હતા.

ભાજપના 24 અને કોંગ્રેસના પાંચ મળી કુલ 29 કાઉન્સિલરો સેવાસદનના ખર્ચે કેરાલા ગયા હતા. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગુરુવારે વડોદરામાં હતા અને મોડી સાંજ સુધી સરકીટ હાઉસ ખાતે બેઠકોનો દોર કર્યો હતો. જેમાં, પશ્ચિમ ઝોનના ઇલેકશન વોર્ડનં.10,11,12,13,14 અને 15ના ભાજપના કાઉન્સિલરો સાથે આનંદીબહેન પટેલે ખાસ બેઠક રાખી હતી પણ કેરાળાના પ્રવાસે ગયેલા પશ્ચિમ ઝોનના ચિરાગ બારોટ, ભરત પટેલ, અનિલ દેસાઇ, રાજેશ આયરે ગેરહાજર રહ્યા હતા. મુખ્યમંત્રી પશ્ચિમ ઝોનના કાઉન્સિલરોની રજૂઆત સાંભળવા માટે વડોદરા આવ્યા હતા. ભાજપના 24 કાઉન્સિલરોએ પણ તેમના બદલે કેરાળાના પ્રવાસને મહત્વ આપ્યુ હોવાનુ પુરવાર થયુ હતુ. સીએમના પ્રવાસને ધ્યાનમાં રાખી સાંસદ રંજનબહેન ભટ્ટ એક દિવસ માટે દિલ્હીથી વડોદરા આવ્યા હતા. ભાજપના 24 કાઉન્સિલરોએ મોડી રાતેના બદલે સવારે વડોદરા આવવાની તસદી લીધી હતી.

કાઉન્સિલરો સાથેઆનંદીબહેન પટેલે યોજેલી બેઠક માં તેમણે મહિલા કાઉન્સલરને તમારા વોર્ડના સાથી કાઉન્સિલરો કયાં છે તેવો સવાલ કરતા મહિલા સભાસદે બંને કાઉન્સિલરો કેરાલાના પ્રવાસે છે તેવો જવાબ આપ્યો હતો. જેથી, આનંદીબહેન પટેલે કેરાળા જવા સરકારની મંજુરી લીધી હતી તેવો સવાલ કર્યો હતો. જોકે, ભાજપના આગેવાને સ્વચ્છતા માટેનો સેમિનાર હોવાનું કહીને વાત વાળી લીધી હતી.

કેરાળાના પ્રવાસની સરકારે મંજુરી આપી હતી