• Gujarati News
  • લગ્ન બાદ ગરબા શીખી : મંગલા રાંજણગાવકર

લગ્ન બાદ ગરબા શીખી : મંગલા રાંજણગાવકર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્ન બાદ ગરબા શીખી : મંગલા રાંજણગાવકર

પ્રતાપભાઈનાપત્ની મંગલા જયપુરના વતની હતા. લગ્ન બાદ તેઓ અહીં આવ્યા. પણ, અહીંના ગરબાનો ક્રેઝ તેમને એવો લાગ્યો કે, તેઓ પણ ગરબા શીખી ગયા. એકાદ-બે વર્ષમાં તો તેઓ કોઈ એક્સપર્ટની જેમ ગરબા રમતા થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘જયપુરમાં ગુજરાતી સમાજમાં નાની હતી ત્યારે ગરબા જોયા હતા. ફ્રેન્ડ્સની પાછળ ત્રણ તાળી રમતી હતી. પણ, વડોદરા આવીને આવી રીતે રમીશ તેવું ક્યારેય વિચાર્યું હતું.’

ગ્રાઉન્ડ પર જવાનું તો પ્રાઈઝ મેળવીને આવવાનું

પ્રતાપ રાંજણગાવકર અને તેમનો પરિવાર દર વર્ષે ગરબામાં બેસ્ટ પરફોર્મન્સિસનાં પ્રાઈઝ મેળ‌વે છે. દરેક સભ્યે ગરબામાં ઈનામ મેળવ્યું છે.

દિપ્તી સાવંત :વડોદરા

માંજલપુરવિસ્તારમાં રહેતા પ્રતાપ રાંજણગાંવકરનો પરિવાર છેલ્લા 15 વર્ષથી સાથે ગરબા રમીને દર વર્ષે પ્રાઈઝ મેળવીને જાય છે. પ્રતાપ રાંજણગાંવકર, તેમના પત્ની મંગલા, પુત્રી નિલાક્ષી અને પુત્ર આશિષ પોતાના ગરબા ક્રેઝને કારણે તેમના સંબંધીઓ, મિત્રોમાં ફેમસ છે.

પ્રતાપભાઈ વર્ષના હતા ત્યારથી શેરીમાં ગરબા રમવાનું શરૂ કર્યું હતું. ત્યારથી ગરબા રમે છે. પરિવાર દર વર્ષે અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ પર રમે છે. અત્યાર સુધી તેમણે ગરબા કિંગ, બેસ્ટ ગરબા પ્લેયર, બેસ્ટ કોસ્ચ્યુમ તેમજ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઈઝ તો અનેક જગ્યાએ મેળવ્યાં છે. મંગલા રાંજણગાવકર પણ બેસ્ટ ગરબા પ્લેયરનું ટાઈટલ જીત્યા છે . જ્યારે, પુત્ર આશિષ બેસ્ટ ગરબા પ્રિન્સ, બેસ્ટ કોસ્ચ્યુમ, બેસ્ટ ગરબા ડાન્સર જેવા ટાઈટલ અનેકવાર મેળવી ચૂક્યો છે. અને પુત્રી નિલાક્ષી પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઈઝ અનેકવાર જીતી ચૂકી છે.

CRAZY FOR

FAMILY