• Gujarati News
  • યુવકના આપઘાત કેસમાં ચિઠ્ઠી આધારે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

યુવકના આપઘાત કેસમાં ચિઠ્ઠી આધારે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિની દુકાન પડાવી લીધી હતી
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવકે ૨ જૂનના રોજ બપોરે પોતાના ઘરે એકલતા મળતાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ બનાવમાં એ સમયે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યોહતો. જોકે, બનાવમાં મૃતક યુવક પોતાના જ પરિવારજનોએ તેની દુકાન પડાવી લીધી હોવાની અંતિમ ચિઠ્ઠી છોડી ગયો હતો. પોલીસે આ દિશામાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે મૃતક યુવકની પત્નીએ પતિના અપમૃત્યુ પાછળ તેનાં જેઠ, જેઠાણી અને કાકાસસરા હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે આપતાં પોલીસે બે માસ બાદ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર સૌજન્ય સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય ભાવેશ ભૂપેન્દ્ર ચૌહાણ દરજીકામ કરી જીવન ગુજારો કરતો હતો. ગત ૨ જૂનના રોજ બપોરે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગાળિયો તૈયાર કરી તેણે ફાંસો ખાઈ લીધો હતો. તેમના પડોશી તેમની પાસે સીવણનું શીખવા આવતા હોઈ તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે ભાવેશને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોતાં બુમરાણ મચાવ્યુંહતું. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ દોડી આવી હતી. પોલીસે મૃતક યુવાને લખેલી અંતિમ ચિઠ્ઠી કબજે લીધી હતી. આ અંતિમ ચિઠ્ઠીમાં મૃતક યુવક દ્વારા તેના મોટા ભાઈ રાકેશ ચૌહાણ, તેની પત્ની ભગવતી અને તેના કાકા ચંદુ જગજીવનદાસ ચૌહાણે તેની વાડીમાં આવેલી દુકાન પડાવી લીધી હોવાનો ઉલ્લેખ કર્યોહતો. તેણે પોતાના જ પરિવારજનો દ્વારા તેને સાથ આપવામાં આવ્યો ન હોવાનું કારણ આગળ ધરી હિંમત હારી જતાં આ પગલું ભયુંર્ં હોવાનું જણાવ્યું હતું. મૃતક યુવકની પત્ની નીતાઐ ફરિયાદ આપતાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યોછે.
હેન્ડરાઇટિંગ મૃતક યુવકના જ છે
યુવકની અંતિમ ચિઠ્ઠીના અ ારો અને તેના અન્ય લખાણને મેચ કરતાં હેન્ડરાઇટિંંગ યુવકના જ છે. બીજી બાબત એ છે કે, દુકાનના કરાર બાબતે જે કાર્યવાહી કરાઈ છે તે તકલાદી છે. તેમાં યુવતીએ સહી કરી નથી. આ બાબતોને જોતાં જ માંજલપુર પોલીસ મથકે તેમની ફરિયાદ લઈ ઈ.પી.કો. કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ. બી. સૈયદ, પી.આઈ. માંજલપુર
છેલ્લાં પાંચ વર્ષથી આ દુકાનને લઈ ઝઘડો ચાલ્યા કરતો હતો. મારા પતિએ દુકાન આપી દેવા માટે જણાવ્યું હતું. અમારી સ્થિતિ સારી નહોતી. અમે ભાડું ભરી શકીએ તે સ્થિતિમાં નહોતાં. મારાં જેઠ-જેઠાણી અને કાકા સસરાએ નોટરી કરાવી લઈ મારા પતિ અને મારી સહી કરાવી દુકાન પડાવી લીધી હતી.