• Gujarati News
  • શહેરના એસ.ટી. ડેપોને તમાકમુકત કરવા સઘન ચેંકીગ જારી

શહેરના એસ.ટી. ડેપોને તમાકમુકત કરવા સઘન ચેંકીગ જારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના એસ.ટી. ડેપોને તમાકમુકત કરવા સઘન ચેંકીગ જારી
પૂર્વ સાંસદ પ્રસન્નાવદન મહેતાનું નિધન
વડોદરા ગુજરાતના રચનાત્મક કાર્યકર સ્વાતંત્ર્ય સૈનિક એ પૂર્વ સાંસદ પ્રસન્નવદન મહેતાનું ૯૦ વર્ષની વયે ભાવનગરમાં અવસાન થયું છે. સર્વન્ટ ઓફ ધ પિપલ સોસાયટીના પ્રમુખ મનુભાઇ પટેલે જણાવ્યું કે, તેઓ સ્વ.બળવંતરાય મહેતાના સાથી અને તેઓ લાલા લજપતરાય સ્થાપિત સર્વન્ટ ઓફ પિપલ એસોસિયેશનના આજીવન સેવક અને મંત્રી પણ હતા.
ટ્રેનના એન્જિનમાં ફસાતાં મોરનું મોત
વડોદરા ગુરુવારે બપોરે દોઢ વાગે મુંબઇ-જમ્મુતાવી એકસપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ ટ્રેનના એન્જિનની શન્ટિગની કામગીરી કરતી વખતે ટ્રેનના ડ્રાઇવરે કેટલ ગાર્ડમાં રાષ્ટિ્રય પ ાી મોર ફસાયો હોવાનું જોયું હતું. આથી તેણે કેટલ ગાર્ડમાંથી મોરને બહાર કાઢયો હતો પણ મોરનું મોત થયું હતું. વન વિભાગ દ્વારા મોરના મૃતદેહનું પી.એમ કરાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી.
લ મીપુરા પાસેના તળાવને જોખમ
વડોદરા લ મીપુરા પાસેનુ વર્ષોજૂનુ તળાવ પૂરવાની કામગીરી ચાલી રહી હોવાનો આ ોપ કાઉન્સિલર ચિન્નામ ગાંધીએ કર્યોછે. આ મામલે તેમણે મ્યુ.કમિશનરને લેખિતમાં જણાવ્યું હતું કે, કોઇપણ વોટરબોડીને પૂરી કે બંધ કરી શકાય નહીં તેવુ ઠરાવેલુ છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક સરવે કરીને વોટર બોડીને પૂરવાની કોશિષ કરનારા સસામે ફોજદારી રાહે પગલા લેવા જોઇએ .
રસ્તાનું પેચવર્ક-તળાવોની સફાઇ કરો
વડોદરા શુક્રવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રાો છે ત્યારે શ્રીજી પ્રતિમાને જે રૂટ પરથી લાવવા-લઇ જવાના હોય તે રૂટના રસ્તા પર ખાડા પડેલા છે. જેથી નાગરિકોની આસ્થા અને ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે ખાડા પૂરવા અને પેચવર્કની કામગીરી કરાવવા માટે વિપ ાી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી.
ન્યૂઝ ઈન બોકસ
સવારે ૯ થી ૧ વાગ્યા સુધી : શુક્રવારે વડોદરા વાસણા રોડ ફીડર અને લાલબાગ ફીડર ખાતે મેન્ટેનન્સની કામગીરી કરાશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે વાસણા રોડ ફીડરમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી વીજકાપ રહેશે. લાલબાગ ફીડરના વિસ્તારોમાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી વીજકાપ રહેશે.
વીજળી બંધ
અંદરના પાને...
ટોબેકો ફ્રી