• Gujarati News
  • નઝરબાગ શોપિંગ સ્ટ્રીટમાં બુકિંગ કરાવવા ધસારો

નઝરબાગ શોપિંગ સ્ટ્રીટમાં બુકિંગ કરાવવા ધસારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતહાસિકનઝરબાગ પેલેસના સ્થાને બનાવવામાં આવનાર નવા નઝરબાગ શોપિંગ સ્ટ્રીટમાં બુકિંગ કરાવવા માટે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોના ધસારાના પગલે નઝરબાગ ખાતે એક ઓફિસ શરૂ કરવાની ફરજ પડી હતી.

રાજવી પરિવારની મિલકતના વિભાજન બાદ સંગ્રામસિંહ ગાયકવાડના હિસ્સે આવેલી નઝરબાગ પેલેસની મિલકતના ડેવલોપમેન્ટના સમાચાર લાંબા સમયથી સામે આવતા હતા. શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત એન.આર.એસ. પ્રોજેક્ટ પ્રા. લિ. નામની કંપની દ્વારા નઝરબાગ પેલેસમાં કોમર્શીયલ પ્રોજેકટ લોંચ કરવામાં આવ્યો હતો. આજે સવારથી દુકાન ખરીદવા ઈચ્છુક નાગરીકો નઝરબાગ પેલેસ ખાતે ધસી ગયા હતા.

અન્ય શહેરમાં માર્કેટીંગ કરાશે

લોકોનાઉત્સાહ અને ધસારાને જોતાં મકરપુરા ઓફિસનો સ્ટાફ નઝરબાગ ખસેડવામાં આવ્યો હતો. હાલ પ્રોજેક્ટની સમજ આપવામાં આવી રહી છે. દેશના અન્ય મોટા શહેરમાં પણ માર્કેટીંગ શરૂ કરાયું છે. > ડાયરેક્ટર,એન.આર.એસ.પ્રોજેક્ટ પ્રા. લિ.

દેશના વ્યાપારમાંમુંબઈ, જયપુર, ઉદેયપુર, અમદાવાદ અને સુરતના વેપારીઓનું આગવું યોગદાન રહેતું હોય છે. ત્યારે નઝરબાગ શોપિંગ સ્ટ્રીટમાં મોટા શહેરના વેપારીઓનું પણ યોગદાન રહે તે માટે ખાસ પ્રયાસ શરૂ કરાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર માર્કેટમાં મુંબઈ, ઉદેપુર અને જયપુર સહિતના મોટા શહેરના વેપારીઓ પણ આવશે.

મોટા શહેરના વેપારી આવશે