• Gujarati News
  • ચોટીલા ડુંગર પર વૃક્ષના બી ખાતા 4ને અસર

ચોટીલા ડુંગર પર વૃક્ષના બી ખાતા 4ને અસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાપ્રખ્યાત ચામુંડા માતાજીના ડુંગર ઉપર વડોદરાનો પરમાર પરિવાર માતાના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે પરિવારના બાળકો યશ મનોજભાઇ પરમાર, હર્ષ મનોજભાઇ પરમાર નામના બે બાળકોએ બાળ સહજ કુતૂહલતાથી વૃક્ષના બી ખાધા હતા. અને બીનો ગળચટા જેવો સ્વાદ હોવાથી બાળકોની માતા વૈશાલીબેન તથા લતાબેન ડાયાલાલ પરમારે પણ બી ખાધા હતા.

પરંતુ બીએ થોડા સમયમાં તેની અસર દેખાડવાનું શરૂ કર્યુ હતુ. જેમાં બન્ને બાળકો અને બન્ને મહિલાઓને ઝેરી અસર શરૂ થતા તેમની સાથે રહેલા પરિવારના અન્ય સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. અને તુરંત ચારેયને ચોટીલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. તમામની તબીયત સાધારણ છે.