• Gujarati News
  • ‘ભાવિ રોજગારી માટે દિશા બતાવો નહીંતર પુસ્તક અહીં રહેશે’

‘ભાવિ રોજગારી માટે દિશા બતાવો નહીંતર પુસ્તક અહીં રહેશે’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરભાજપે તૈયાર કરેલી રોજગારલક્ષી માર્ગદર્શિકા પર્થ દર્શક પુસ્તકનુ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિમોચન કર્યુ હતુ.ભાવિ રોજગાર માટે વિદ્યાર્થીઓને દિશા બતાવવા માટે ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી.

સરકીટ હાઉસ ખાતે આાયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, આગામી દસ વર્ષમાં વિવિધ સરકારી ખાતામાં કેટલા લોકોની ભરતી કરવાની છે તેનુ ટાઇમટેબલ બનાવી દેવામાં આવ્યુ છે. માર્ચ મહિના પહેલા ગૃહ વિભાગમાં 8 થી 10 હજાર લોકોની ભરતી કરવામાં આવશે અને તેમાં 33 ટકા મહિલા અનામત છે. ભાજપના કાર્યકર્તા પાસે પણ માહિતી હોવી જોઇએ. મંત્રી સૌરભભાઇ પટેલે શ્રમ રોજગાર વિભાગ માટે કરોડો રૂપિયા બજેટમાં મૂકયા છે અને તેને છેવાડા સુધી પહોંચાડવાના છે. ભાજપના માત્ર સગંઠન પૂરતા સિમીત રહેવાના બદલે શાળા-કોલેજના વિદ્યાર્થીને રોજગાર અપાવવામાં મદદરૂપ થઇશુ તો પાયો વધુ મજબુત થશે.

વડોદરા-ભરૂચમાં ઉદ્યોગોની લાંબી કતાર પડી છે તો તેનો લાભ ઉઠાવાનુ આહવાન કરતા તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ વિસ્તારમાંથી ઓછામાં ઓછા 500 વિદ્યાથીર્ઓને ઇન્ડસ્ટ્રી બતાવવા લઇ જવા જોઇએ કેમ કે તો તેમને ભાવિ રોજગાર માટેની દિશા ખબર પડશે. કાર્યક્રમમાં, રાજયના નાણામંત્રી સૌરભ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર ભરત શાહ, શહેર ભાજપ અધ્યક્ષ ભરત ડાંગર, વુડા અધ્યક્ષ એન વી પટેલ, સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.