• Gujarati News
  • બુટલેગર મોઇન ધોબી ઝડપાયો

બુટલેગર મોઇન ધોબી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરમાંનોંધાયેલા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચ સક્રિય બની છે. પીઆઇ પ્રદિપસિંહ જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે યાકુતપુરા પાસેથી વોન્ટેડ કુખ્યાત બૂટલેગર મોઇન ધોબીને પકડી પાડયો હતો. પુછપરછમાં આરોપીએ દારૂના બન્ને ગુનાની કબૂલાત કરી હતી. અગાઉ પણ મોઇન કારેલીબાગ અને છાણી ખાતે વિદેશી દારૂનાં કવોલિટી કેસ તેમજ સયાજીગંજમાં જુગારનાં કેસમાં પકડાયો હતો. વર્ષ 2011 માં પાસા હેઠળ જેલની સજા પણ થઇ હતી.