• Gujarati News
  • પાણીગેટમાં કિશોરનો ભેદી રીતે ગળેફાંસો

પાણીગેટમાં કિશોરનો ભેદી રીતે ગળેફાંસો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. પાણીગેટહરીશ પેટ્રોલપંપ પાસેના ઝૂંપડામાં રમણ હરિલાલ વસાવાનો દીકરો ગણેશ વસાવા ગુરૂવારે રાત્રે દસ કલાકે જમ્યા બાદ તે તેના પિતાને હું આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. જોકે, તે મોડી સાંજ સુધી પોતાના ઘરે પરત ફર્યો નહોતો. બીજી તરફ, કિશોરના પિતા રમણભાઈ વસાવા ગુરૂવારે સવારે તેમના પુત્રની આંબાના વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી મૂકતા પડોશીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ પાણીગેટ પોલીસ દોડી આવી હતી. કિશોરના પિતાએ આત્મહત્યાની નહીં પરંતુ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.