• Gujarati News
  • એવોર્ડ મેળવનાર ફિલ્મ રિવ્યૂસ

એવોર્ડ મેળવનાર ફિલ્મ રિવ્યૂસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ મેળવનાર ફિલ્મ રિવ્યૂસ

best reviewer

} તાજેતરમાં ‘દમ લગા કે હઇશા’, ‘બદલાપુર’ અને અન્ય ફિલ્મોનાે લખેલા રિવ્યૂઝને ‘ફિલ્મ ફેર’ અને CNN-IBN માટે ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે.

પ્રકાશ ગોવડાના ફિલ્મ રિવ્યૂઝ નેશનલ લેવલ પર વિનર

બ્લોગ પર રિવ્યૂ લખ્યા હવે ફિલ્મો વિશે એક પુસ્તક લખીશ

હુંપાછલા 3 વર્ષોથી ફિલ્મ્સનાં રિવ્યૂસ લખી રહ્યો છું. જે સતત િવનર બની રહ્યાં છે. રિવ્યુસ મારા બ્લોગ પર લખું છું . જે મને રિડર સાથે કોન્ટેક્ટમાં રાખે છે. હવે બોલિવૂડ ફિલ્મો વિશે એક પુસ્તક લખવાનું આયોજન કરી રહ્યો છું. પ્રકાશગોવડા, ફ્રિલાન્સફિલ્મ ક્રિટિક.

િસને રિપોર્ટર }સિટીના યુવા ફિલ્મ ક્રિટિક અને શોર્ટ ફિલ્મ મેકર પ્રકાશ ગોવડાને બોલિવુડ અને શોર્ટ ફિલમ્સના તેમજ ઇન્ગલિશ ફિલ્મો માટેના રિવ્યૂઝને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યાં છે. તાજેતરમાં તેને રિડર્સ રિવ્યૂઝની કોલમ્સ માટે‘દમ લગા કે હૈશો’ ફિલ્મના રિવ્યૂ માટે ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. ઉપરાંત સીએનએન આઇબીએનમાં ‘બદલાપુર’ના રિવ્યૂ માટે પ્રાઇઝ મળ્યું છે.

કોપી રાઇટર, ઓથોર, પોએટ, શોર્ટ ફિલ્મ મેકર અને ક્રિયેટિવ રાઇટિંગ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા પ્રકાશ ગોવડા શોર્ટ ફિલ્મ રિવ્યુસ માટે પણ પ્રાઇઝ જીતી ચૂક્યો છે. પોતાની સિદ્ધિ વિશે તેણે જણાવ્યું કે, અગાઉ હમ્પટી શર્મા કી દુલ્હનીયા વગેરે માટે તેમણે લખેલા રિવ્યુઝ ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા હતા. હું હાલમાં શોખથી સિનેમાં અને લેખન તેમજ ક્રિયેટવિ ફિલ્ડ સાથેના કનેકશન અને અભ્યાસ આધારીત ફિલ્મના રિવ્યૂ લખું છું. જોકે માટે હું રિવ્યૂ કેવી રીતે કરવો જોઇએ.

ફિલ્મ રિવ્યૂ શું છે તેના વિશેની પુસ્તકો વાંચુ છું અને તે માટે એક્સપર્ટસ પાસેથી ગાઇડન્સ પણ લઉ છું. અગાઉ પ્રકાશ દ્વારા તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મ મુંબઇ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઇ અને વડોદરામાં સિલેકટ થઇ અને સ્ક્રિન થયેલ છે. ગત વર્ષે વડોદરામાં બનેલી અને મુંબઇમાં તેમની શોર્ટ ફિલ્મ અનુરાગ કશ્યપ, આર બાલકી, રાજીવ મસંદ, નંદીતા દાસની હાજરીમાં સ્ક્રિન થઇ ચુકી છે.

અત્યાર સુધીમાં ફિલ્મ ફેર અને સીએનએન આઇબીએન પર દમ લગાકે હઇશા’,‘બદલાપુર’,‘સિટી લાઇટ’, ‘હમ્પટી શર્મા કી દુલ્હનીયા’,‘ અગ્લી’, ‘પીકે’ વગેરે ફિલ્મો માટે લખેલા રિવ્યૂસને ફર્સ્ટ પ્રાઇઝ મળી ચુકી છે.

શેખર કપૂરે પણ ઇન્વિટેશન આપ્યું હતું

શેખરકપુર દ્વારા જજ કરાયેલા કોન્ટેસ્ટમાં વિનર પ્રકાશ ગોવડા દ્વારા ` આઇ લવ પાની’ થીમ પર તૈયાર કરવામાં આવેલી ફિલ્મ શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટમાં વિનર થઇ હતી. કોન્ટેસ્ટના જજ જાણીતા ફિલ્મ મેકર શેખર કપૂર દ્વારા જજ કરવામાં આવેલ હતી . ઇવેન્ટ બાદ શેખર કપુરે તેમને યશરાજ સ્ટુડિયોમાં મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું હતું.