• Gujarati News
  • ખાનગી મીની બસ અને કાર ભટકાતાં ચારને ઇજા

ખાનગી મીની બસ અને કાર ભટકાતાં ચારને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇતાલુકાના તીર્થસ્થાન ચાંદોદ ખાતે વડોદરાથી વિધી-વિધાન અર્થે શ્રધ્ધાળુઅો આવ્યા હતા. જે શુક્રવારે બપોર બાદ પરત ફરી રહ્યા હતા તે વેળા ચાંદોદ નવા માંડવા એમ.જી.વી.સી.એલ. કચેરીના નજીકના મુખ્ય માર્ગના વળાંક પાસે તવેરાના ચાલકે કાબુ ગુમાવી દેતા ડભોઇ તરફથી મુસાફરો ભરી આવતી ખાનગી સીટીરાઇડ મીની બસમાં ઘડાકાભેર સામસામે અકસ્મત સજાર્યો હતો. એકાએક સર્જાયેલા અકસ્માતને પગલે બંને ગાડીના મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અકસ્માતના અવાજને લઇ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી જેઓને 108 એમ્બયુલન્સ દ્વારા ડભોઇ ખાનગી હોિસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સામેથી પુરપાટ ગતિએ આવતી તવેરા ગાડી સાથે અકસ્માત થવાનો અંદેશો ભાળી ગયેલા મીની બસના ચાલકે સમયસુચકતા વાપરી બસ માર્ગની નીચે ઉતારી દીધી હતી. જેને કારણે મોટી હોનારત ટળી હતી ઉલ્લેખનીય છે કે વળાંક પાસે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે તંત્ર દ્વારા ભયજનક વળાંક સહિતના સાવચેતી સુચક બોર્ડ લગાવાય જરુરી છે.

{ ચાંદોદ-નવા માંડવા વળાંક પાસે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત