• Gujarati News
  • ~78 લાખની ઠગાઇ કરનાર વેપારી રહસ્યમય રીતે ગુમ

~78 લાખની ઠગાઇ કરનાર વેપારી રહસ્યમય રીતે ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંબંધીનાનામે બે ફાઇનાન્સ કંપનીમાંથી 13 ડમ્પરની લોન લઇ ~78 લાખની ઠગાઇ કરનાર તાંદલજાનો વેપારી રહસ્યમય રીતે ગુમ થઇ જતાં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેતરિપંડીની ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ અન્ય બે જણના ડમ્પર અને કાર પણ લઇને ક્યાંક જતો રહેતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રિય માહિતી મુજબ, તાંદલજા રોડના પેરેડાઇઝ બંગ્લોઝ પાસે રહેતા સાકિરભાઇ અબ્દુલભાઇ શેખ ખેતી સાથે ટ્રેડિંગનો વેપાર કરે છે. વિસ્તારના તાઇફનગર -1 માં રહેતા મોઇનખાન મકબુલખાન પઠાણ તેમના વેવાઇ પક્ષના સંંબંધી થાય છે. મોઇનખાને તેમને ધંધો કરવા માટે લોન પર ડમ્પર લઇ આપવાનું કહેતાં સાકિર શેખે બે ફાઇનાન્સ કંપનીમાંથી કુલ 13 ડમ્પર લોન પર લઇ આપ્યાં હતાં, જેનું ડાઉન પેમેન્ટ મોઇનખાને ભર્યું હતું. જોકે મોઇનખાને ડમ્પર લીધા બાદ નિયમિત હપ્તા નહિ ભરતાં સાકિર શેખની ફાઇનાન્સ કંપનીની નોટિસ આવતાં તેઓ ચોંકી ઉઠ્યા હતાં. તેમણે મોઇનખાનને કહેતાં તેણે 31મી ઓગસ્ટ સુધીમાં તમામ હિસાબ ક્લિયર કરી દેવાની વાત કરી હતી. ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી મોઇનખાન રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. એટલું નહિ, તેની સાથે 13 ડમ્પર પણ ક્યાંય લઇ ગયો હતો. જેના પગલે સાકીર શેખે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મોઇનખાન અન્ય બે વેપારીઓ પૈકી ધમેન્દ્રસિંહ સોલંકીનું ડમ્પર અને સાદીક મલેકની કાર પણ લઇ ગયો હતો. પીએસઆઇ એન.આઇ.રાઠોડે કહ્યું હતું કે 3 વેપારી સાથે છેતરપિંડી કરી ગુમ થઇ ગયેલા મોઇનખાન પઠાણ સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી રહ્યા છીએ.

વેપારીએ જતાં પૂર્વે સ્યૂસાઇડ નોટ લખી

મોઇનખાન પઠાણેગુમ થતાં પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હતી. ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, મને ધંધામાં ખોટ જતાં દેવું થઇ ગયું છે. જેથી હું આત્મહત્યા કરવા જાઉ છું. મને કોઇએ શોધવો નહિ. તેની પત્નીએ પણ પતિ ગુમ થયા અંગેની જેપી રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેનાં પત્ની પણ હાલ ઘર બંધ કરીને પિયરમાં જતાં રહ્યાં હોવાનું પોલીસે કહ્યું હતું.