• Gujarati News
  • 27 ગામોને શહેરમાં જોડવાની સેવાસદને વિચારણા કરી નથી

27 ગામોને શહેરમાં જોડવાની સેવાસદને વિચારણા કરી નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્ણય પર બ્રેક

વડોદરાતાલુકાનાં 27 ગામોને શહેરની હદમાં સમાવવા સામે જિલ્લા પંચાયતે પૂર્ણવિરામ મૂકી દીધું છે ત્યારે બીજી તરફ સેવાસદને પણ આવાં ગામોને શહેરની હદમાં સમાવવાની કોઇ વિચારણા સુધ્ધાં કરી નથી.

જિલ્લા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં 27 ગામોને સેવાસદનની હદમાં નહીં સમાવવાનો ઠરાવ કર્યો હતો. વડોદરા તાલુકાની હદમાં આવેલાં 27 ગામોનાં ગ્રામ્યજનોએ સેવાસદનની હદમાં નહીં સમાવવાની માગ કરી હતી અને વડોદરા તાલુકા સરપંચ સંઘે આંદોલનનાં મંડાણ કર્યાં હતાં. જોકે, શહેર નજીકનાં 27 ગામોને સેવાસદનની હદમાં નહીં સમાવવાનો જિલ્લા પંચાયતે ઠરાવ કર્યા બાદ સેવાસદન શું કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાયેલી હતી. અલબત્ત, સેવાસદન દ્વારા પણ 27 ગામોને શહેરની હદમાં સમાવેશ કરવાની હાલમાં કોઇ વિચારણા નથી અને તેની પુષ્ટિ સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કરી છે.

સેવાસદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા તાલુકાનાં 27 ગામોનું સત્તામંડળ સેવાસદન નથી પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત છે. જેથી, 27 ગામોને સેવાસદનની હદમાં સમાવવાં કે નહીં તેની દરખાસ્ત સેવાસદને કરવાની નથી કે તેનો ઠરાવ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સંજોગોમાં, શહેરની હદમાં 27 ગામોનો સમાવેશ કરવો કે કેમ તેની કોઇ કાર્યવાહી સેવાસદને હાલમાં કરવાની રહેતી નથી અને તેની હાલમાં કોઇ વિચારણા સુધ્ધાં પણ નથી તેમ તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું હતું.

જિ.પં.ને ગામડાંઓને શહેરમાં નહીં જોડવાનો ઠરાવ કર્યો છે. જ્યારે સેવાસદન અંગે વિચારણા નથી તેમ જણાવે છે. સંજોગોમાં રાજ્ય સરકારે 27 ગામોના નાગરિકો સમક્ષ સ્પષ્ટતા કરવી જરૂરી બન્યું છે. > સુરેશગિરીગોસ્વામી, સરપંચ-ધનિયાવી

2002 માં શહેરમાં સામેલ કરાયેલાં ગામોનો વિકાસ કરવાના મુદ્દે સેવાસદન તંત્ર નિષ્ફળ ગયું છે. જેથી 27 ગામોને શહેરમાં સામેલ કરવાની વિચારણા કે આયોજન નથી તેમ કહેવું પડ્યું છે. > મનીષાબહેનશર્મા, સરપંચ-બાજવા

જિલ્લા પંચાયતે ગામડાંઓને શહેરમાં નહીં જોડવાનો ઠરાવ કર્યો છે. સેવાસદન ગામડાંઓને શહેરમાં સામેલ કરવાની વિચારણા કે આયોજન નથી તેમ જણાવતું હોય તો મુદ્દો આવ્યો ક્યાંથી શું સરકારે ફરજ પાડી છે કે કેમ તેની સ્પષ્ટતા થવી જોઇએ. > ભરતસિંહપરમાર, સરપંચ-વેમાલી

સેવાસદન 27 ગામોને શહેરમાં સામેલ કરવાની વિચારણા નથી તેમ જણાવતું હોય તો તેનો મતલબ છે કે, સેવ