• Gujarati News
  • વીજ ગ્રાહકોના પ્રશ્નો હલ કરવા લોક દરબાર

વીજ ગ્રાહકોના પ્રશ્નો હલ કરવા લોક દરબાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીતાલુકા સેવા સદન ખાતે વીજ કંપની દ્વારા વીજ ગ્રાહકોના પ્રશ્નો હલ કરવા લોક દરબાર યોજાયો હતો. જેમાં મુખ્યત્વે ખેડૂતોને તેઓના ખેતરોમાં ઘર બનાવીને રહેતા ઘર વપરાશના કનેકશનની રજુઆત થઈ હતી.

સાવલી સેવા સદન ખાતે ગુજરાત વીજ કંપનીના એડી.ચીફ ઈજનેર, સુપ્રિટેન્ડનેટ, સુપ્રિટેન્ડન્ટ ઈજનેર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વીજ ગ્રાહકોના પ્રશ્નો હલ કરવા લોક દરબારનું આયોજન હતું. જેમાં છેલ્લા 1 વર્ષથી ખેડૂતો પોતાના ખેતરોમાં ઘર બનાવીને રહેતા હોય તેઓને ઘરવપરાશના બી.ટાઈપના વીજ કનેકશનો આપવાનું બંધ કરી દેવાતા પુન: ઘરવપરાશના વીજ કનેકશનો આપવાની માંગ ઉગ્ર થઈ હતી. તાલુકામાં હાલમાં સો જેટલા ખેડૂતો પોતાના ખેતરોમાં ઘરવપરાશના વીજ કનેકશનોની રાહ જોઈ રહ્યાં છે. ઉપરાંત આકલીયા ગામે નવીન સબ સ્ટેશન પ્રપોઝ થયેલ છે તેની જગ્યાએ સાઢાસાલ ગામે સબ સ્ટેશનની માંગ થઈ હતી.