• Gujarati News
  • સેવાસીની 40 લાખ ચો. ફીટ જમીનમાં TP સ્કીમ જાહેર

સેવાસીની 40 લાખ ચો. ફીટ જમીનમાં TP સ્કીમ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વુડાદ્વારા સેવાસીના પ્રતિબંધિત રહેણાક ઝોનની ટીપી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. સેવાસીમાં આવેલ ઝોનની અંદાજે 40 લાખ ચો. ફૂટ જમીનમાં ટીપી સ્કીમની જાહેરાત થતાં આશરે રૂા. 600 કરોડની કિંમતની જમીનો વિકાસ માટે છૂટી થશે. જે માટે સોમવારે જમીન માલિકોને નકશા દર્શાવવા માટે બેઠક બોલાવવામાં આવી છે.

2011માં મંજૂર થયેલ વુડાના વિકાસ પ્લાનમાં સેવાસીની આશરે 40 એકર જમીન પ્રતિબંધિત રહેણાક ઝોનમાં મૂકાઈ હતી. વર્ષો અગાઉ રાજ્ય સરકારના આદેશથી રાખવામાં આવેલ ગરીબો માટેના હાઉસિંગના રિઝર્વેશનને ઉઠાવી ડેવલોપમેન્ટમાં કરાયેલા ફેરફાર બાદ જમીન વિકાસ માટે છૂટી થઈ હતી. પરંતુ ત્યાં બાંધકામ પરવાનગી માટેના કેટલાક નિયમો અલગથી રખાયા હતા. પરંતુ હવે વુડા દ્વારા જમીનમાં ટીપી સ્કીમની જાહેરાત કરાતાં તમામ જમીનો કોઈ બાંધકામ માટે મુક્ત થશે. પ્રતિબંધિત રહેણાક ઝોનની જમીનમાં સોમવારે જાહેર થનાર નકશા બાદ ઓ.પી. અને એફ.પી. એક હશે તેવી જમીનમાં પરવાનગી આપવાનું શરૂ કરાશે. જેના કારણે આશરે ~600 કરોડની બજાર કિંમતની જમીનો છૂટી થશે.

સેવાસીની ટીપી સ્કીમમાં વુડાને ~200 કરોડની 40% જમીન મળશે

સેવાસીનીપ્રતિબંધિતરહેણાક ઝોનમાં જાહેર કરવામાં આવેલી ટીપી સ્કીમના નકશા તૈયાર થતાં તે જમીન માલિકોને સોમવારે દેખાડવામાં આવશે. ટીપી સ્કીમમાં વુડાને પણ 40 ટકા જમીન મળશે. જેની અંદાજિત બજાર કિંમત રૂા. 200 કરોડ આંકવામાં આવે છે.

1 વર્ષથી અટકેલ કામ ફરી શરૂ થઈ શકશે