• Gujarati News
  • દવાખાને જવાનું કહી વૃદ્ધ દંપતીના NZના વિઝાની ચોરી

દવાખાને જવાનું કહી વૃદ્ધ દંપતીના NZના વિઝાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝીલેન્ડનાવીઝા મળતા ખરીદી કરવા માટે ઉમરેઠથી વડોદરા ખાતે સાળીના ઘરે આવેલા વૃદ્ધ દંપતીને ભેટી ગયેલા ગઠીયાઓએ દવાખાને જવાનું કહી રિક્ષામાંથી ઉતારી દીધા હતા અને ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. ગઠીયાઓ વૃદ્ધ દંપતીની રોકડ રકમ અને પાસપોર્ટ પણ ચોરી ગયા હતા.

બનાવની િવગત એવી છે કે, છાણી જકાતનાકાથી વાસદ તરફ જવા માટે રિક્ષા કરી જઈ રહેલા દંપતીને રિક્ષા ચાલકે છાણી ગામ દરવાજા પાસે ઉતારી દીધા હતા.પોતે થોડી વાર ઊભા રહ્યાં પછી દંપતીને ખ્યાલ આવ્યો હતો કે, તેઓને છેતરીને રીક્ષા ચાલક અને તેના સાગરીતો જતા રહ્યાં હતાં.ઉમરેઠના સંતરામ મંદીર પાસે રહેતાં 66 વર્ષીય અનિલભાઈ રમણભાઈ ઠાકર અને તેમની પત્ની 60 વર્ષીય પત્ની મીનાબેનને ન્યૂઝીલેન્ડના વિઝા મળ્યા હોઈ તેઓ ખરીદી કરવા વડોદરા આવ્યા હતા. તેઓ સરદારનગર ખાતે રહેતી પોતાની સાળીના ઘરે 10મી ઓક્ટોબરે આવ્યા હતા. અનિલભાઈઅે જણાવ્યું કે તેમને આગામી 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ જવાનો વિચાર હતો જેથી તેઓ પોતાના પેકીંગ કરવાનું હોઈ જરૂરી સામગ્રી ખરીદવા ઈચ્છતા હતા. તેઓ જયારે ખરીદી કરી પરત જવા નીકળ્યા હતા ત્યારે લાંબો સમય સુધી છાણી જકાતનાકાથી તેમને બસ મળી હતી. તેથી તેમણે રિક્ષામાં વાસદ સુધી જતું રહેવાનું નક્કી કર્યું હતું. તેઓ રિક્ષામાં બેસી વાસદ જવા નિકળ્યા હતા. રિક્ષામાં 20 જેટલી ઉંમર ધરાવતો ચાલક અને અન્ય અેક મહિલા અને એક શખ્સ હતો. મહિલાએ પોતાના શરીર પર છુંદણા છુંદાવેલા હતા.

અનિલભાઈએ વધુમાં જણાવ્યું કે તેઓ રિક્ષામાં જતાં હતા ત્યારે પાછળ બેસેલા એક શખ્સે ઈશારો કરતાં રિક્ષા ચાલકે છાણી દરવાજા પાસે ઊભી રાખી દીધી હતી. અને તમે અહીં ઉતરી જાઓ અમારે દવાખાને જવાનું હોઈ ઉતાવળ છે તેમ જણાવ્યું હતું. ચાલકે તેમને તેમ પણ કહ્યું કે તમે થોડી વાર ઊભા રહેજો જો હું ના આવું તો બીજી રિક્ષામાં બેસી જજો. તેમ જણાવી તેઓ ત્યાંથી જતાં રહ્યા હતા. વૃદ્ધ દંપત્તિને વાતનો કોઈ ખ્યાલ આવ્યો હતો. થોડી વાર પછી જ્યારે તેમણે પોતાનો સામાન જોયો તો તેમાંથી ~10ની 80 નોટો એટલે કે ~800 અને તેમનો અને તેમની પત્નીનો પાસપોર્ટ પણ હતો. તેમને તુરંત રિક્ષા ચાલક અને તેમાં બેસેલા શખ્સો પર શંકા ગઈ હતી. તેમણે તુરંત બાબતે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમને પુરતો પ્રતિસાદ આપતાં તેમની જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ સંદર્ભ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે પાસપોર્ટ મળતાં વૃદ્ધ દંપત્તિની દિવાળી બગડી હતી.

ન્યૂઝીલે