- Gujarati News
- મેયરની ગ્રાન્ટમાંથી ~52 લાખ બાંકડા પેવર બ્લોકમાં વપરાયા
મેયરની ગ્રાન્ટમાંથી ~52 લાખ બાંકડા-પેવર બ્લોકમાં વપરાયા
શહેરમાંવિકાસના કાર્યો માટે મેયરને અપાતી એક કરોડ રૂિપયાની ગ્રાન્ટમાંથી ~52 લાખનો ખર્ચ મેયર ભરત શાહે પથ્થરના બાંકડા અને પથ્થરના પેવર બ્લોકમાં ખર્ચ કર્યાં છે. તાજેતરમાં વડોદરા આરટીઆઇ વિકાસ મંચે કરેલી આરટીઆઇમાં હકીકતનો ખુલાસો થયો છે.
આરટીઆઇમાં વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારે શહેરમાં કયા કયા વિકાસ કામો મળેલી ગ્રાન્ટની રકમમાંથી કર્યાં તેની માહિતી માગી હતી. આરટીઅાઇમાં ખુલાસો થયો હતો કે, મેયરની ગ્રાન્ટમાંથી 50 કામો કરવામાં આવ્યાં છે અને તે પૈકીના 25 સ્થળોએ પથ્થરના બાંકડાઓ અને પેવર બ્લોકિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં 11 સ્થળોએ ~8.5 લાખના ખર્ચે પથ્થરના બાંકડા અને 24 સ્થળોએ ~43,72,517ના ખર્ચે પેવર બ્લોક્સ નાંખવામાં આવ્યાં છે. વિશે આરટીઆઇ વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારે જણાવ્યું કે, ભરત શાહે તેમની એક કરોડ રૂિપયાની ગ્રાન્ટમાંથી જંગી રકમ માત્ર પથ્થરો નાંખવામાં પાણીની જેમ વાપરી નાંખી છે.
ક્યાં કેટલી રકમ વપરાઇ
~08,50,000
11સ્થળોએ પથ્થરના બાંકડા
~43,72,517
24સ્થળોએ પેવર બ્લોક