તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઈક પરથી પડતાં મહિલાનું મોત

બાઈક પરથી પડતાં મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |આણંદના સુંદણ ગામે રહેતાં 57 વર્ષીય ઉર્મિલાબેન પટેલ સોમવારે સાંજે દીકરાના મિત્ર બ્રિજેશ પટેલના ત્યાં સીમંતનો પ્રસંગ હોઈ બાઇક પાછળ બેસી ગોત્રી હરિનગર ખાતે જતાં હતાં. દરમ્યાન નંદેસરી ખાતે સ્પીડ બ્રેકર આવતાં બાઇક પરથી ઉથલી પડતાં ઉર્મિલાબેન ગંભીર રીતેઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.