તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઘર તરફ કેમ જુએ છે કહી મેનેજરને માર્યો

ઘર તરફ કેમ જુએ છે કહી મેનેજરને માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. પરશુરામભઠ્ઠા વણકરવાસમાં નંદનભાઈ માધવનાત ગોસ્વામી રહે છે. તેઓ સયાજીગંજની હોટલ સૂર્યામાં રિસેપ્શન મેનેજર તરીકે ફરજ બજાવે છે. સોમવારે મોડી રાત્રે સવા 11 કલાકે તેઓ પોતાના ઘર પાસે પોતાના મિત્રો સાથે ઊભા હતા ત્યારે સમયે વણકરવાસમાં રહેતો મુન્નાભાઈ પ્રેમચંદ મકવાણા તેમની પાસે આવ્યો હતો અને બીભત્સ ગાળો બોલી તું કેમ મારા ઘર તરફ જુવે છે તેમ કહી ઝઘડો કરી માથાના ભાગમાં બેટ ફટકારી ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે નંદનભાઈના મિત્રો બચાવવા વચ્ચે પડતાં ઈસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.