• Gujarati News
  • ચર્ચાચોરો અંતર્ગત વાણિજ્ય ભવનમાં પ્રવચન

ચર્ચાચોરો અંતર્ગત વાણિજ્ય ભવનમાં પ્રવચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સરદારભવન ટ્રસ્ટ દ્વારા ચર્ચાચોરોના કાર્યક્રમમાં કૃષ્ણકાંત વખારિયાનું પ્રવચન યોજવામાં આવશે. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે સરદાર ભવન ટ્રસ્ટ,વડોદરા દ્વારા દર મહિને યોજાતા ચર્ચાચોરામાં વિવિધ વકતાઓ દ્વારા જુદા-જુદા વિષયો ઉપર વાર્તાલાપ યોજવામાં આવે છે. તા.14,એપ્રિલને મંગળવારના રોજ સાંજે 5.00 કલાકે રેસકોર્સ સ્થિત વાણિજ્ય ભવનમાં જાણિતા ભારતીય સંવિધાનના નિષ્ણાત પ્રખર ધારાશાસ્ત્રી શ્રીકૃષ્ણકાંત વખારિયા ‘બંધારણના ઘડતરમાં ગુજરાતીઓનું પ્રદાન’ વિષય ઉપર પ્રવચન આપશે.