• Gujarati News
  • ટેકનોલોજી અને લેંગ્વેજ બંને શીખ્યાં

ટેકનોલોજી અને લેંગ્વેજ બંને શીખ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકનોલોજી અને લેંગ્વેજ બંને શીખ્યાં

લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું

રાષ્ટ્રીય સ્તરે પહેલીવાર ઓલ ઇન્ડિયા મોબાઇલ એપ ડિઝાઇન કોમ્પિટિશનના આયોજન માટે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલને લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. સ્પર્ધા ગત ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવી હતી. જેમાં ભારતના 30 શહેરોમાં 10થી 13 વર્ષના 250 બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પહેલા રાઉન્ડમાં પ્રતિસ્પર્ધીઓએ સામાજિક મુદ્દાઓ પર કન્સેપ્ટ આપ્યાં હતા. બીજા રાઉન્ડમાં શોર્ટ લિસ્ટ કોમ્પિટિટર્સને ટ્રેનિંગ આપી હતી અને ત્યારબાદ એપની ક્રિયેટિવિટી અને ઉપયોગિતા દર્શાવતા પ્રેઝેન્ટેશનના આધારે વિનર્સ જાહેર કરાયા હતા.

TECHNO kids

} ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલનાં 13 સ્ટુડન્ટ્સે બોસ્ટનની સ્કૂલ સાથે મળીને ત્રણ મહિનામા બાળકોને રમવામાં મજા પડે તેવી 6 વીડિયોગેમ્સ તૈયાર કરી છે.

અમે સ્કાઇપ પર ટૉક કરી બનાવી વીડિયો ગેમ્સ

વીડિયોગેમ તૈયાર કરવાના અનુભવ વિશે વાત કરતાં ધો.8ની ઐશ્વર્યા સોનીએ જણાવ્યું કે, સ્ક્રેચ ટેકનોલોજીથી વિડિયો ગેમ તૈયાર કરવાની સાથે ફોરિન સ્ટુડન્ટ્સના ઉચ્ચારો અને તેમની લેંગ્વેજ વિશે વધુ જાણવા મળ્યું.

સિટી રિપોર્ટર }વડોદરાના ટિનેજર્સ સ્ટુડન્ટ્સ હવે વીડિયોગેમ્સથી રમતાં નથી પણ તેને ક્રિયેટ પણ કરતાં થયા છે. હરણીની ગ્લોબલ ડિસ્ક્વરી સ્કૂલના 10થી 13 વર્ષના 13 સ્ટુડન્ટ્સે સ્ક્રેચ સોફ્ટવેરની મદદથી વીડિયોગેમ્સ તૈયાર કરી છે. ગેમ્સ તેમણે બોસ્ટનની કોર્મલ સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે સ્કાઇપ પર વાતચીત કરીને પોતાના ટીચરના ગાઇડેન્સ હેઠળ તૈયાર કરી છે. સ્કૂલના ડાયરેક્ટર જલ્પા પટેલે જણાવ્યું કે,‘ આજની જનરેશનના સ્ટુડન્ટ્સ નાનપણથી ટેકનોસેવી હોય તે જરૂરી છે.જે કરિયરમાં ખૂબ ઉપયોગી પૂરવાર થઇ શકે તેમ હોય છે. છેલ્લા ત્રણ મહિનામાં તેમણે નાની વીડિયોગેમ્સ તૈયાર કરી છે. સ્ટુડન્ટ્સે ડીકોડ લોજિક, ફાઇન્ડ બોન, કેસલ ઍડવેન્ચર, ફોન ક્વેસ્ટ, કેટ માિરયો અને ફ્રોલિક ફાર્મર જેવી ગેમ્સ બનાવી છે.