તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પારુલ ઇન્સ્ટિ.માં આર્કિટેક્ચરલ ઈવેન્ટ

પારુલ ઇન્સ્ટિ.માં આર્કિટેક્ચરલ ઈવેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારુલ ઇન્સ્ટિ.માં આર્કિટેક્ચરલ ઈવેન્ટ

TODAY’S EVENT

સિટી રિપોર્ટર :વડોદરા

પારુલગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 8 ઓક્ટોબરના રોજ આર્કિટેકચરલ થિસિસ અને જેકે એવાયએ સ્ટુડન્ટ આર્કિટેક્ટ ઓફ ઇયર એવોર્ડ-2014ની સેરેમની યોજાશે. સેરેમનીનું આયોજન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન આર્કિટેકચર અને કાઉન્સિલ ઓફ આર્કિટેકચર દ્વારા કરવામાં આવ્યું છે.

કોમ્પિટિશન દેશમાં થયેલા બેસ્ટ આર્કિટેક્ટ્સ થિસિસ પ્રોજેક્ટને ઓળખીને તેને સન્માનિત કરવામાં આવે છે. કોમ્પિટિશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બેંગાલની આર્કિટેકચરલ કોલેજિસને આવરી લેવામાં આવે છે. પ્રોગ્રામમાં મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, સિનિયર આર્કિટેકચલ અકેડેમિશિયન પ્રો.એચડી છાયા હાજર રહેશે.