તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સેવાસદનમાં ટ્રાન્સપોર્ટ કમિટીનાં હજુ ઠેકાણાં નથી

સેવાસદનમાં ટ્રાન્સપોર્ટ કમિટીનાં હજુ ઠેકાણાં નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંપબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે શહેરી બસ સેવા છે પણ તેના સુદૃઢ સંચાલન માટે જરૂરી ટ્રાન્સપોર્ટેશન કમિટીના અસ્તિત્વનાં કોઇ ઠેકાણાં નથી.

શહેરમાં ભૂતકાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એસટી બસનું માળખું હતું પરંતુ રૂટ ખોટમાં ચાલતા હોવાનું કારણ રજૂ કરીને શહેરી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. 2008થી શહેરી બસ સેવાના સંચાલનની જવાબદારી સેવાસદનને સોંપવામાં આવી હતી અને ખાનગી ઇજારદારને ઇજારો આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં શહેરી બસ સેવાના વહીવટ માટે ટ્રાન્સપોર્ટ સમિતિ બનાવેલી છે અને તેના અધ્યક્ષપદનું મહત્વ સ્થાયી સમિતિના ચેરમેનના સમાંતર છે. જેથી, ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન બનવા માટે હોડ જામતી હોય છે. સેવાસદનની સ્થાયી સમિતિએ તાજેતરમાં શહેરમાં બીઆરટીએસનો છેદ ઉડાડી મૂકયો હતો. સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ)જણાવ્યું હતું કે, અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલન માટે ખાસ સમિતિ છે પણ વડોદરામાં તેની હજી સુધી રચનાનાં કોઇ ઠેકાણાં નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે બીપીએમસી એક્ટમાં પણ જોગવાઇ છે ત્યારે તેનો અમલ વ્યવસ્થિત રીતે થાય તેવી માગણી છે.