• Gujarati News
  • એમએસયુમાં તબલા વિભાગનો પ્રારંભ કરાશે

એમએસયુમાં તબલા વિભાગનો પ્રારંભ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.નીફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં પહેલીવાર તબલા વિભાગનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશની કોઇ પણ યુનિવર્સિટીમાં તબલા વિભાગનો પ્રારંભ થઇ રહ્યો હોય તેવી એમએસ યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી બનશે. 9 ઓક્ટોબર, સવારે 10 વાગે ફેકલ્ટીના કોન્સર્ટ હોલમાં તબલા વિભાગનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. સમારોહમાં તબલા સેકશનના ઇતિહાસ અને ઉપલબ્ધિઓ વિશે પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવશે. પ્રાદ્યાપક પુષ્કરરાજ શ્રીધરજી તબલાવાદન કરશે. ઉપરાંત ચર્મવાદ્યોનું એક દિવસીય પ્રદર્શન પણ યોજાશે. તબલા વિભાગમાં દિલ્હી, અજરાડા, ફરૂખાબાદ, લખનૌ, પંજાબ અને બનારત ઘરાનાની વાદનશૈલી શીખવવામાં આવશે.

તબલા વિભાગ 7ની નિમણૂક કરાશે

ફેકલ્ટીમાંતબલાવિભાગ શરૂ કરાયો છે પણ તેના શિક્ષણ માટે તબલાવાદનની કળા આપશે. માટે 2 પ્રોફેસર્સ, 2 એસોસિયેશન, એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને 2 ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટની નિમણૂક કરાશે.

ફેકલ્ટીમાં5મો વિભાગ શરૂ કરાશે

પર્ફોર્મિંગઆર્ટ્સફેકલ્ટીમાં હવે પાંચમો વિભાગ શરૂ કરાશે. અત્યાર સુધી નૃત્ય, નાટ્ય અને નાયક વાદ્ય વિભાગ હતા. હવે પાંચમો તબલા વિભાગ શરૂ થશે.