• Gujarati News
  • માનવ વસાહત પાસે આવેલાં રીંછના હુમલામાં આધેડ ઘાયલ

માનવ વસાહત પાસે આવેલાં રીંછના હુમલામાં આધેડ ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદનાદેવગઢ બારિયા ખાતે આવેલા એક ગામમાં પોતાના ઘરની પાછળના વાડામાં કુદરતી હાજતેથી પાછા આવતાં આધેડની આગળ અચાનક બે બચ્ચાં સાથે એક માદા રીંછ આવી ગયું હતું. માદા રીંછ અચાનક સામે આવી જતાં ગભરાઈને આધેડ પર હુમલો કર્યો હતો. રીંછે ગભરાઈને તુરંત બે પગ પર ઊભા થઈ આધેડને આંખ પાસે ઝાપટ મારવા જતાં આધેડ ખસ્યા અને તેનો પંજો હોઠ પર વાગતાં તેઓનો હોઠ કપાઈ ગયો હતો.

તેમને નીચે પાડી દઈ બચકાં ભરતાં તેમની દીકરીઓ અને ગ્રામજનો દોડી આવ્યાં હતાં જેથી રીંછ ત્યાંથી ભાગી છૂટ્યું હતું. ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દાહોદના દેવગઢબારિયા ખાતે આવેલા ડભવાગામે રહેતા 53 વર્ષીય નરપતસિંહ જોખનાભાઈ સુથાર ખેતીકામ કરે છે. તેઓ રવિવારે પરોઢિયે પોતાના ઘર પાછળના વાડામાં આવેલા બાથરૂમમાં કુદરતી હાજતે ગયા હતા. કુદરતી હાજતેથી પરત આવતાં રીછે હુમલો કર્યો હતો. તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.