• Gujarati News
  • મનની શાંતિ માટે રેકી પદ્ધતિ રામબાણ ઇલાજ છે : તેલંગ

મનની શાંતિ માટે રેકી પદ્ધતિ રામબાણ ઇલાજ છે : તેલંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ સંસ્થા ખાતે 7 અને 8મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય રેકી અને પેરેન્ટીંગ વિશે સેમિનાર યોજાયો હતો.

અમેરિકી સાયન્ટીસ્ટોના તારણ મુજબ દર 26 હજાર વર્ષે માનવ જીવના ડી.એન.એ.માં ફેરફાર થાય છે. અને અવિરત બદલાવ થતી રહેલી સમયની સાઇકલ જોતા 1980ની સાલ પછીથી જન્મનારી પેઢી જુદા ડી.એન.એ.સાથે જન્મી છે. એવી પેઢી છે જેને માનસિક સ્થિત પ્રગન્યતા, સ્થિરતા અને સ્વસ્થતા બક્ષવામાં આવે તો તેના થકી સમસ્ત વિશ્વમાં મહાન રાષ્ટ્ર તરીકે ઉભરી શકે છે અને વિશ્વભરના માનવ શાસ્ત્રીઓએ વાત સ્વીકારી છે કે મનની શાંતિ, સ્વસ્થ અને અાંતરઊર્જાના પ્રજવલ્લન માટે મુળ ભારતની પુરાણ-પ્રાચીન રેકી પદ્ધતિ રામબાણ ઇલાજ છે. તેમ વડોદરાની મુલાકાતે આવેલ રેકી માસ્ટર અજિત તેલંગે જણાવ્યું હતું.

ટી.પી.13, છાણી જકાતનાકામાં રેકી સેન્ટર કાર્યરત છે જેનું સંચાલન ચંદ્રેશ પરમાર દ્વારા કરાય છે.