તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્ટેબિંગમાં હુમલાખોરના ત્રણ દિવસના રિમાન્ડ

સ્ટેબિંગમાં હુમલાખોરના ત્રણ દિવસના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોફાનોમાંકલાદર્શન ચાર રસ્તા નજીક બે હુમલાખોરોએ 1 વેપારીને ખેંચી જઇ તેના પર ચપ્પુ વડે કરેલા હુમલામાં પાણીગેટ પોલીસે એક હુમલાખોરને ઝડપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

તોફાનોમાં કલાદર્શન ચાર રસ્તા પાસે 28 સપ્ટેમ્બરે બપોરે સ્ટેબિંગ થયું હતું. પાણીગેટ પોલીસ મથકે વેપારી શૈલેશ કિકાભાઇ રાજપૂતે બે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. પલ્સર બાઇક પર આવેલા મહોમદ હુસેન ઉર્ફે મોહસીન જાન મહોંમદ શેખ અને નામચીન સકીલ ઉર્ફે તેજા રમઝાન પહેલવાન શૈલેશભાઇને ચપ્પુ મારી ફરાર થયા હતા. જેમાં ડીસીબીએ મહંમદ હુસેન ઉર્ફે મોહસીનને પકડી પાડ્યો હતો. પાણીગેટ પોલીસે તેની ધરપકડ કરી મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.