• Gujarati News
  • શહેરમાં ચોરીનો સિલસિલો યથાવત્ વધુ બે બનાવમાં ~1.10 લાખની ચોરી

શહેરમાં ચોરીનો સિલસિલો યથાવત્ વધુ બે બનાવમાં ~1.10 લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોત્રી વિસ્તારમાં તસ્કરોએ ઘરમાંં પ્રવેશ કરીને ~99 હજારની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ગોરવા પોલીસે અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં વિશ્વવિહાર સ્કૂલની સામે આવેલી હરિનગર સોસાયટીમાં રહેતા તુષારભાઇ પટેલના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. ગોરવા પોલીસના જણાવ્યા મુજબ મકાનની બારી બંધ કરવામાં આવી હતી અને ખુલ્લી રહેલી બારીમાંથી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તુષારભાઇનો પરિવાર નીચેના માળે નિન્દ્રાધીન હતો ત્યારે તસ્કરોએ ઉપરના માળે જઇને તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત 99 હજારની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ગોરવા પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. . ચોરીની બીજી ઘટના કિશનવાડી વિસ્તારમાં નોંધાઇ હતી. કિશનવાડીમાં આવેલ પંચવટી સોસાયટીના કરામતભાઇ સુરતીના બંધ મકાનમાં ચોરોએ બે ગેસના સિલિન્ડર અને 9 નંગ એલ્યુમિનિયમનાં તપેલાં અને 20 હજાર રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા હતા. કરામત સુરતની ફરિયાદને આધારે કિશનવાડી પોલીસે તપાસ શરૂ કરી છે.