• Gujarati News
  • વિસર્જન વેળા ચૂંટણી અધિકારીઓની સતત વોચ રહી

વિસર્જન વેળા ચૂંટણી અધિકારીઓની સતત વોચ રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસર્જન વેળા ચૂંટણી અધિકારીઓની સતત વોચ રહી
વડોદરા લોકસભા બેઠકની પેટાચૂંટણી તા.૧૩મીએ યોજાવાની છે. જેથી આચારસંહિતાનો ભંગ થતો હોય તો તરત જ પગલાં લેવાય તે હેતુથી શહેરના માર્ગોપર ચૂંટણી અધિકારીઓનાં વાહનોની અવરજવર ચાલુ રહી હતી. ચૂંટણી અધિકારીઓ સતત વોચ રાખતા હોય તેવું જોવા મળ્યું હતું.
લખેલા બેનરનું આકર્ષણ રૂપ રાું
આ વર્ષના ગણેશોત્સવનું શ્રીજીના ભાવપૂર્વક વિસર્જન સાથે સમાપન થયું છે. જોકે, શ્રીજીની સવારીઓની પાછળ શ્રીજીની તસવીરો સાથે હું જલ્દી પાછો આવીશ, તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ. મારી રાહ જો...જો...ચાલો આવજો...લખેલા બેનરનું આકર્ષણ રાું હતું.
જુમ્મા મસ્જિદ સામે શોટર્સર્કિટથી ઉત્તેજના
માંડવી ખાતેની જુમા મસ્જિદ સામે અચાનક એક મકાનના મીટરમાં શોટર્સર્કિટ થઈ હતી.ફાયર બ્રિગેડના લાશ્કરોએ પરિસ્થિતિ તુરંત કાબૂમાં લીધી હતી. આ વિસ્તારથી પણ ભારે સંખ્યામાં જનમેદની ગણેશોત્સવમાં જોડાઈ હોઈ પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા તુરંત કાબૂમાં આવી હતી.
૧૦ વર્ષમાં છઠ્ઠી વખત વરસાદ વરસ્યો
શ્રીજી વિસર્જન વેળા આજે દિવસભર વરસાદ ચાલુ રાો હતો. આ સાથે છેલ્લાં ૧૦ વર્ષમાં છઠ્ઠી વખત શ્રીજી વિસર્જનમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૮,૨૦૧૧, ૨૦૧૩ અને ચાલુ વર્ષ ૨૦૧૪ ના શ્રીજી વિસર્જનમાં વરસાદ વરસ્યો હતો.
ચિત્રા મેમો.ફાઉ.ની અનોખી સેવા
ચિત્રા મેમોરિયલ ફાઉન્ડેશન સંસ્થા બ્રેઇન ટયૂમરના કારણે અવસાન પામનાર બાળકી ચિત્રા અજય ગુપ્તાની પહેલી પુણ્યતિથિએ સ્થપાઇ હતી. સંસ્થા દ્વારા વિસર્જન વેળા પોલીસ, હોમગાર્ડ્ઝ, એસ.આર.પી., આર.પી.એફ., બી.એસ.એફ. અને ફાયર બ્રિગેડના જવાનો માટે પાણી, ફૂડ પેેકેટ તેમજ ચાની વ્યવસ્થા કરાઇ હતી.
મતદાનની અપીલ કરતી ટોપીઓ પહેરી
શ્રીજી વિસર્જન બાદ વડોદરા લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. જેથી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં વધ ુને વધુ મતદાન થાય તે હેતુથી તા.૧૩મીએ મતદાન અવશ્ય કરવાના લખાણ સાથેની કેસરી ટોપીઓ પહેરીને શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં.
આ વર્ષે સવારીઓ વહેલી નીકળી
વરસાદને કારણે આ વર્ષે શ્રીજીની કેટલીક સવારીઓ ગત વર્ષ કરતાં વહેલી નીકળી હતી. બાજવાડા-શેઠ શેરી, બાજવાડા-ખત્રીપોળ, પ્રતાપ મડઘાની પોળ, ફતેપુરા-રાણાવાસ સહિતની વિવિધ સવારીઓ વહેલી નીકળી શ્રીજીનું વિસર્જન કરાયું હતું.
શ્રીજીને વિસર્જન માટે કારમાં લવા