• Gujarati News
  • પર્ફોિર્મંગ આટર્્સમાં ૨.૬૮ લાખનું જનરેટર ધૂળ ખાય છે

પર્ફોિર્મંગ આટર્્સમાં ૨.૬૮ લાખનું જનરેટર ધૂળ ખાય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનરેટર ખરીદનારા સામે પગલાં ભરવાં જોઇએ
૨૦૦૭માં જનરેટર યુજીસીની ગ્રાન્ટમાંથી ખરીદાયું હતું
એમ.એસ.યુનિવર્સિટીની પર્ફોિર્મંગ આટર્્સ ફેકલ્ટીમાં ૨.૬૮ લાખના ખર્ચે વસાવેલું જનરેટર છેલ્લાં સાત વર્ષથી વાપર્યા વગર જ ફેકલ્ટીમાં ધૂળ ખાઇ રાું હોવાની તેમજ જનરેટર ખરીદવા પાછળ ચૂકવાયેલી બેંકના વ્યાજની રકમ પણ જનરેટરની કિંમત કરતાં વધી ગઇ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
યુનિ.ની પર્ફોિર્મંગ આટર્્સ ફેકલ્ટીમાં ૨૦૦૭માં ૧૫ કેવીએની કેપેસિટીનું ૨.૬૮ લાખના ખર્ચે ખરીદવામાં આવેલું જનરેટર વાપર્યા વગર જ ધૂળ ખાઇને પડી રાું છે. વાપર્યા વગરના પડી રહેલા અને કાટ લાગી રહેલા જનરેટરનો યુનિ.માં ઉપયોગ કરવા માટે ફેકલ્ટીમાંથી અનેક વખત પૂર્વકર્મચારીઓએ યુનિ.ના સત્તાધીશોને રજૂઆતો કરી છતાં આજદિન સુધી યુનિ.ના સત્તાધીશો દ્વારા કોઇ જ કાર્યવાહી કરી નથી. આશ્વર્યની બાબત તો એ છે કે તાજેતરમાં જ યુનિ.ના વીસી પ્રો.યોગેશ સિંઘ, રજિસ્ટ્રાર ડૉ. અમિત ધોળકિયા અને યુનિ.ના એન્જિનિયર એન.કે.ઓઝા ફેકલ્ટીની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ ધૂળ ખાતા પડી રહેલા જનરેટર અંગે વારંવાર ફેકલ્ટી અને યુનિ.ને પૂર્વકર્મચારી રમેશ કદમે ઘ્યાન દોરવા સહિત બેંકવ્યાજ તથા આર્થિક ભારણ વધારનારા અઘ્યાપકો સામે પગલાં ભરવાની માગ પણ કરી છે. જોકે તે અંગે પણ યુનિ.ના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરી રાા હોવાની વિગતો ઉઠવા પામી છે.
યુનિ.ના રજિસ્ટ્રાર ડૉ. અમિત ધોળકિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, જનરેટર કેમ પડી રાું છે અને તેનો યુનિ.માં અન્યત્ર કેમ ઉપયોગ થતો નથી તે અંગે માહિતી મગાવીને યોગ્ય પગલાં લેવાશે.