• Gujarati News
  • પીલોલ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડનું મોત

પીલોલ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીલોલ પાસે સોમવારે સવારે ટ્રેનની ટક્કરે અજાણ્યા ૪૫ વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ટ્રેનની ટક્કરે તેના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં રેલવે પોલીસે તેના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે રેલવે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વડોદરાથી દિલ્હી તરફ જતી રેલવે લાઇન પરના પીલોલ રેલવે સ્ટેશન પાસે સોમવારે સવારે ૯ વાગ્યા પહેલા પસાર થઇ રહેલી કોઇ ટ્રેનની અડફેટે અજાણ્યો ૪૫ વર્ષીય આધેડ આવી ગયો હતો. ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડના શરીરના ટુકડા થઇ ગયા હતાં. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતકે ધોતી અને પીળી બનીયાન પહેરી હતી. રેલવે પોલીસે મૃતકના વર્ણનના આધારે તેના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.