• Gujarati News
  • પેટા ચૂંટણીની કામગીરી સોંપી છે

પેટા ચૂંટણીની કામગીરી સોંપી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સબ રજિસ્ટ્રારોને ચૂંટણીની ફરજ
સોંપાતાં દસ્તાવેજ નોંધણીમાં ધાંધિયા
શું છે આંકડા ?
સરકારને થતું
કરોડોનું નુકસાન
સામાન્ય ફી મુજબ વેચાણ કિંમતના ૪.૯„ સ્ટેમ્પ ડયૂટી અને ૧„ નોંધણી ફી હોય છે. જેનાથી સરકારને કરોડોની આવક થતી હોય છે. આ નોંધણી કામગીરી અટકી જવાથી સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
લોકસભાની પેટા ચૂંટણીમાં સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવતાં દસ્તાવેજ નોંધણીમાં ધાંધિયા શરૂ થયા છે. રોજ સવારે માત્ર બે કલાક માટે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા કરી બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે રોજ સેંકડો લોકોને ધક્કા ખાઈ પાછા જવાનો વારો આવે છે.
સામાન્ય રીતે દસ્તાવેજ નોંધણીની કામગીરી સીધી નાગરિકો સાથે સંકળાયેલી રોજિંદી કામગીરી છે. જયાં રોજ સેંકડો નાગરિકો જુદા જુદા દસ્તાવેજની નોંધણી કરવા માટે આવતાં હોય છે. પ્રજા સાથે સીધી રીતે સંકળાયેલી કામગીરી કરતા કર્મચારી કે અધિકારીને ચૂંટણીની કામગીરી નહીં સોંપવા માટે ચૂંટણી પંચે નિયમ બનાવ્યો છે. પરંતુ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ નિયમનો ભંગ કરી દસ્તાવેજની નોંધણી કરતા સબ રજિસ્ટ્રારને ચૂંટણી કામગીરીમાં મૂકી દેવાતા દસ્તાવેજ નોંધણી માટે આવતાં નાગરિકોને ધક્કા ખાઈ પાછાં જવાનો વારો આવ્યો છે. હાલ કેટલાક સબ રજિસ્ટ્રાર સવારે બે કલાક કચેરીમાં આવી દસ્તાવેજ નોંધવાની કામગીરી કરે છે. જયારે કેટલાક કર્મચારીઓએ ચૂંટણી પૂરી થતાં સુધી દસ્તાવેજ નોંધણી નહીં કરવાનું જણાવી દીધું છે.

હાલ સરેરાશ રોજિંદા નોંધાતા દસ્તાવેજની સંખ્યા
૨૦૦
રોજ સરેરાશ કરતાં ઓછા નોંધાતા દસ્તાવેજ
૧૦૦૦
સરેરાશ રોજિંદા નોંધાતા દસ્તાવેજની સંખ્યા
૧૨૦૦
સબ રજિસ્ટ્રાર કચેરીને પેટા ચૂંટણીની અસર
૧૨
શહેર અને જિલ્લાની સબ રજિસ્ટ્ાર કચેરી
લોકસભાની પેટા ચૂંટણીમાં સબરજિસ્ટ્રાર કચેરીના સ્ટાફની નિમણૂક કરાઈ છે. આ નિમણૂક મુજબ કામગીરી કરવી પ્રાથમિકતા છે. જેથી સ્ટાફ ચૂંટણીની કામગીરીમાંથીં ફ્રી થાય ત્યારે દસ્તાવેજ નોંધવામાં આવે છે. એલ.આર. મછાર, સબરજિસ્ટ્રાર