• Gujarati News
  • ધો. ૧૦ના ત્રણ વિધાર્થી ગુમ : મોડી રાત્રે સ્ટેશન પાસેથી મળી આવ્યા

ધો. ૧૦ના ત્રણ વિધાર્થી ગુમ : મોડી રાત્રે સ્ટેશન પાસેથી મળી આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડીમાં રહેતા ધો. ૧૦ના ૩ વિધાર્થી ગત શનિવારે બપોરે રહસ્યમય રીતે ગુમ થતાં વાડી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રવિવારે મોડી રાત્રે શોધખોળ કરતાં ત્રણે રેલવે સ્ટેશન પાસેથી મળી આવતાં હાશકારો થયો હતો.
શહેરના વાડી વિસ્તારમાં રહેતા ૧૪ વર્ષીય ૩ વિધાર્થી અલગ-અલગ સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરે છે. શનિવારે સવારે ૧૧: ૩૦થી સાંજે ૫ કલાક દરમિયાન ત્રણે વિધાર્થી જતા રાા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત નહિ ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. સ્વજનો અને મિત્રોના ઘરે તપાસ કર્યા બાદ પણ કોઇ પત્તો નહિ લાગતાં વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.દરમિયાન પરિવારજનો રવિવારે મોડી રાત્રે ૩ વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન વિસ્તારમાં શોધખોળ કરતાં ત્યાંથી મળી આવ્યા હતા. ત્રણે વિધાર્થી ગભરાઇ ગયેલી હાલતમાં હોય તેમને ઘરે લઇ આવ્યા બાદ પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સંદર્ભે એક વિધાથીર્ના પિતાની પરછા કરતાં તેમણે પુત્રનો મિત્ર તેની સાથે લઇ ગયો હતો અને શહેરમાં જ રાા હતા. તેની પાસે મોબાઇલ હતો પણ તે સ્વિચ ઓફ કરી દીધો હતો. અમારા બાળકો પરત મળી ગયા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.