• Gujarati News
  • વરસાદમાં પણ લોકો મન મૂકીને નારયાં

વરસાદમાં પણ લોકો મન મૂકીને નારયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ તળાવોમાં ૯૫૦ મૂર્તિઓનું
ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું
વડોદરા.શહેરમાં શ્રીજીની પ્રતિમાઓનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા. સોમવારે શહેરનાં પાંચ તળાવો પર રખાયેલા સત વિસર્જન રથમાં અંદાજે ૯૫૦ જેટલી શ્રીજીની નાની મોટી મૂર્તિઓનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું હતું.ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જનની પરંપરા શરૂ કરવામાં મહત્ત્વનો ફાળો આપનાર તથા રોટરી કલબ ઓફ વડોદરા કોસ્મોપોલિટનના પૂર્વ પ્રમુખ ડો.અર્જુનસિંગ મહેતાએ જણાવ્યું હતું કે રોટરી કલબ ઓફ વડોદરા કોસ્મોપોલિટન, કોન્મેટ અને જીપીસીબીના સંયુકત ઉપક્રમે શહેરના ગોત્રી, ગોરવા તથા સમા તળાવ ઉપરાંત આ વર્ષે હરણી મોટનાથ તળાવ અને સુરસાગર તળાવ ખાતે સત વિસર્જન માટે ૧૬ ટ્રક તૈનાત કરાઇ હતી જેમાં સાડા નવસો નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું
ગામઠી ગીતની બોલબાલા રહી
વિસર્જનમાં ડીજેના તાલની સાથે યુવાધને ગરબાની સાથે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. જોકે, એમજી રોડ તેમજ દાંડિયા બજારથી ડીજે બંધ કરી દેવાતાં લોકોમાં નિરાશા પણ જોવા મળતી હતી. ચાલુ વર્ષના ગણપતિ વિસર્જનના ડીજેમાં તાજેતરની ફિલ્મો કિક અને સિંઘમ્નાં ગીતો પર યુવાધન વિશેષ ઝૂમ્યું હતું. જોકે, આ બધાયમાં ખાસ તો ગામઠી ગીતની ખાસ બોલબાલા રહી હતી.
વરસાદને લીધે ભીડ ઓછી જોવા મળી
સોમવાર સવારથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. કયારેક વરસાદી ઝાપટાં વરચે દિવસ અવિરત વરસાદ ચાલુ રાો હતો. ગણપતિ વિદાયનો લુત્ફ ઉઠાવવા લોકો બહાર પલળતા નીકળી પડયાં હતાં. તો વળી ઘણાં લોકો છત્રી સાથે નીકળતાં છત્રી સાથેનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ગત વર્ષ કરતાં ભીડ ઓછી હોવાની બાબત લોકોમાં ચર્ચાનો વિષય બની હતો.
પાદરામાં વિસર્જન ટાણે યુવક ડૂબ્યો
પાદરામાં સોમવારે બપોરે સાડા ત્રણ કલાકે ૨૦ વર્ષીય ચિરાગ નરેન્દ્રસિંહ ચાવડા (રહે. આણંદ) વિસર્જન અગાઉ મહીસાગર નદીમાં ડૂબ્યો હોવાનો કોલ મળતાં જ શહેર ફાયરબ્રિગેડને તુરંત જ કામગીરી માટે રવાના કરાઈં હતી. જોકે, ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ યુવકને સ્થાનિકો તરવૈયા દ્વારા બહાર કાઢી લેવાયો હતો. તેને સારવાર અર્થે પાદરા પીએચસીમાં ખસેડાયો હતો.