• Gujarati News
  • બ્લ્યૂ લોગો અને બ્લ્યૂ ડ્રેસિસનો પ્રચાર

બ્લ્યૂ લોગો અને બ્લ્યૂ ડ્રેસિસનો પ્રચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્લ્યૂ લોગો અને બ્લ્યૂ ડ્રેસિસનો પ્રચાર

CELEBRATION

ઇન્ટરનેશનલ મેન્સ ડેનું સેલિબ્રેશન કરવાનો પ્રસાર સોશ્યિલ મિડિયા પર થઇ રહ્યો છે. જેમાં પુરુષોને બ્લ્યૂ કલરના ડ્રેસિસ પહેરવા અને પોતાના પ્રિય પાત્રને ફરવા લઇ જવાના સજેશન્સ પણ કરવામાં આવ્યાં છે. સેલિબ્રેશન માટે બ્લુશેડના લોગો પણ સોશિયલ સાઇટ્સ પર તૈયાર કરવામાં આવ્યો છે.

શરૂઆત| ઇન્ટરનેશનલમેન્સ ડેને 19મી નવેમ્બરે સેલિબ્રેટ કરવાની શરૂઆત 1990માં કેરેબિયન ટાપુઓના ત્રિનિદાદ અને ટોબેગાના કેટલાક ગૃપ્સ દ્વારા કરાઇ હતી. ફેસબુક પર ડેનું અને તેની લગતી ઇનર્ફમેશનનુ પેજ પણ છે. બાદમાં વર્લ્ડના કેટલાક દેશોમાં દિવસને સેલિબ્રેટ કરવાની શરૂઆત થઇ. ધીમેધીમે ડેનું સેલિબ્રેશન વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા લાગ્યું.

ઇન્ડિયામાં શરૂઆત

સોશિયલમીડિયા પર ઇન્ડિયામાં ઇન્ટરનેશલ ડેના સેિલબ્રેશન અંગે પણ ખાસ્સી ઉત્સુકતા જોવા મળી છે. મેન્સ રાઇટ્સ એક્ટિવિસ્ટસ દ્વારા 2007થી દેશમાં ઇન્ટરનેશનલ મેન્સ ડેનું સેલિબ્રેશન કરાય છે.

આજે ઇન્ટરનેશનલ મેન્સ ડે : સોશિયલ મીડિયા પર બન્યો ટોક ઓફ ધી ટાઉન

ડે ઓફ િપ્રન્સ | મેન્સ ડે સેલિબ્રેશનનો હેતુ પુરુષોની હેલ્થમાં સુધારો અને જેન્ડર ઇક્વાલિટીના પ્રમોશનનો છે

સિટી રિપોર્ટર :વડોદરા

19મીનવેમ્બરને વિશ્વમાં ઇન્ટરનેશનલ મેન્સ ડે તરીકે સેલિબ્રેટ કરાય છે. દિવસે વિશ્વના ભારત સહિતના 50 કન્ટ્રીઝમાં દિવસનું સેલિબ્રેશન કરાય છે. સોશિયલ મિડિયા પર સેલિબ્રેશન ચર્ચાનો વિષય છે. જોકે ખાસ લોકોમાં અવેરનેસ માટેની વધુ રહી છે. યુ-ટ્યુબ અને ટ્વિટર પર દિવસના મહત્વ અને તેના મેસેજ સાથેનો બોલિવુડના એકટર ઓમ પુરીનો વિડિયો પણ ચર્ચાનો વિષય છે. મેન્સ ડે સેલિબ્રેટ કરવાનો હેતુ પુરૂષોની હેલ્થમાં સુધારો આવે અને જેન્ડર ઇક્વાલિટીનું પ્રમોશન થાય તેવો છે. હાલમાં ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર અને તેમજ સોશ્યિલ મિડિયાના પ્લેટફોર્મ પર ડેને લગતા ન્યુઝ અને ફોટોગ્રાફસ ટ્રેન્ડિંગ છે. વેબસાઇટ્સ અને ફેસબુક પર ઘણી મેન્સ રિલેટેડ પ્રોડેકટસની બ્રાન્ડસ દ્વારા પણ ઇન્ટરનેશનલ મેન્સ ડેને લઇને કાર્યક્રમો તેમજ કેમ્પેઇન લોન્ચ કરાયા છે.