• Gujarati News
  • દુષ્કર્મપીડિતા સંતાનને હોસ્પિટલમાં ત્યજી ફરાર

દુષ્કર્મપીડિતા સંતાનને હોસ્પિટલમાં ત્યજી ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુરખાતે દુષ્કર્મનો ભોગ બનેલી એક 15 વર્ષીય કિશોરી બાળકીને હોસ્પિટલના બિછાને ત્યજી ફરાર થઈ ગઈ હતી.

પાવીજેતપુર ખાતેની 15 વર્ષીય કિશોરી પર તેના મહોલ્લામાં રહેતાં એક શખ્સે દુષ્કર્મ કર્યું હતું. જેને પગલે તેણે પોલીસ મથકે 16મી ઓગસ્ટે ફરિયાદ કરી હતી. પોલીસે બનાવને પગલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. જોકે ફરિયાદના મહિનાઓ વીતી ગયા બાદ પણ આરોપી પોલીસની ઢીલી કામગીરીને પગલે તેમના સકંજામાં આવ્યો હતો. બીજી તરફ કિશોરીને સારવાર માટે 15મી ઓક્ટોબરે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે પછી તેને બીજા દિવસે રજા અપાઈ હતી. જોકે તેની તબિયત લથડતાં તેને 11મી નવેમ્બરે સારવાર માટે ફરીથી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણે અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યો હતો. મંગળવારે માતા પુત્રીને હોસ્પિટલમાં ત્યજી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.