• Gujarati News
  • કરોડિયા રોડ પર ઘરમાંથી ચોરી

કરોડિયા રોડ પર ઘરમાંથી ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાકરોડિયા રોડના બંધ મકાનમાંથી તસ્કરે રૂા. 22000ની મતાની ચોરીનો ખેલ પાડ્યો હતો.

કરોડિયા રોડના અયોધ્યા નગરમાં રહેતા અવધરાજ રામલાલ રાજભરના બંધ ઘરને ગત 16મીએ રાત્રે તસ્કરે નિશાન બનાવ્યું હતું. તેમના બંધ મકાનની લોખંડની ગ્રિલની સ્ટોપર હાથ વડે ખોલી તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રોકડા રૂા. 15000, મોબાઇલ સહિત મહત્ત્વના દસ્તાવેજોની ચોરી કરી હતી. બીજા બનાવમાં ગોરવાના અંબિકા દલિતવાડીમાં રહેતા મનીષ રામજીબોધ સરોજના ખુલ્લા મકાનમાં ગઠિયાએ પ્રવેશ કરી બે મોબાઇલની ચોરી કરી હતી.